અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા લક્ષ્યાંક મેળવવા તંત્ર થોડુંક રઘવાયું જો બન્યું છે તો તેની પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન (omicron in gujarat) જ છે. અમદાવાદ મહાનગરપાલિકા વધુને વધુ લોકો વેક્સિન (vaccination in ahmedabad) લઈ લે તે માટે નવી સ્કીમ લાવી હતી, જેમાં કોરોના વેક્સિન લેનારા લકી ડ્રો વિજેતાને આઇફોન આપ્યો છે. અગાઉ મનપા દ્વારા સ્માર્ટ ફોન અને ઓઇલ પાઉચનું વિતરણ કરાયું હતું, ત્યારે વધુ એક સ્કીમ (AMC Vaccination Scheme)માં ડ્રો કરતા બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વ્યક્તિને આઈફોન ગિફ્ટમાં મળ્યો હતો.
વેક્સિનનો બીજો ડોઝ લેવામાં લોકોની આળસ
કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat) બાદ ગુજરાત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે તબક્કાવાર વેક્સિનેશન (vaccination in gujarat)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવા વેરિયન્ટ ઓમિક્રોને સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ લોકો કોરોનાની રસી લે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે પ્રથમ ડોઝ (corona vaccine first dose gujarat) તો મોટે ભાગે તમામ લોકોએ લઈ લીધો છે, પરંતુ કેટલાક લોકોએ બીજો ડોઝ લેવા (corona vaccine second dose gujarat) માટે હજુ પણ આળસ કરી છે જે ચિંતાનો વિષય જરૂરથી છે. તેને લઈ AMC દ્વારા બીજો ડોઝ લેનારા માટે રસપ્રદ ઓફર આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે લકી ડ્રો કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન જીતાડવાની યોજના બનાવવામાં આવી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (health department amc) લકી ડ્રો કર્યો, જેમાં બહેરામપુરાના અહેમદ કસાઈની ચાલીમાં રહેતા અને APMCમાં મજૂરી કામ કરતા કિશનભાઈ મફાભાઈ મકવાણાએ રેફરલ હોસ્પિટલમાં કોરોનાની બન્ને વેક્સિનના ડોઝ લીધા હતા. કોર્પોરેશન દ્વારા ડ્રો કરવામાં આવતા તેઓનું નામ ખૂલ્યું હતુ અને 70 હજારનો આઈફોન લાગ્યો હતો, જેને લઈ મજૂરી કામ કરતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.
AMCની ઓફર
અમદાવાદીઓ ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ લે તે માટે એક લકી ડ્રો રાખવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જે કોઈ નાગરિકોઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો આ લકી ડ્રોમાં ભાગ લઈ શકશે. પસંદગી પામનારા એક વ્યક્તિને 70 હજારની કિંમતનો આઈફોન આપવાની વાત કરી હતી, જે ઓફરને કોર્પોરેશન ભૂલી ગઈ હતી, પરંતુ મીડિયામાં અહેવાલ આવતા આરોગ્ય વિભાગને લકી ડ્રો કરવાનું યાદ આવ્યું અને જેને લઈ લકી ડ્રો કરી કિશનભાઈ મફાભાઈ મકવાણાને આઈફોન આપ્યો હતો.
AMCના સત્તાવાળાઓમાં પણ ઓમિક્રોનનો ફફડાટ
જો કે ઓમિક્રોન શહેરમાં હાહાકાર ફેલાવશે કે કેમ તે અંગે તબીબી જગત એકમત નથી. મોટા ભાગના તબીબો ઓમિક્રોન સામે વેક્સિનના ડબલ ડોઝને એકમાત્ર અસરકારક માને છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓમાં પણ ભીતરથી ઓમિક્રોનનો ફફડાટ તો છે જ, એટલે આગામી તારીખ 31 ડિસેમ્બર 2021 સુધીમાં બાકીના 6 લાખ લોકોને વેક્સિનનો સેકન્ડ ડોઝ આપી દેવા કમર કસી છે.
31 ડિસેમ્બર સુધીમાં 100% લક્ષ્યાંક મેળવવા AMC તંત્ર રઘવાયું
વેક્સિનેશન મહાઅભિયાનને પ્રોત્સાહન આપવા AMC સત્તાવાળાઓએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેનારા નાગરિકોનો ડ્રો કરીને વિજેતાને ખાસ આઇફોન ભેટ આપ્યો છે. તો બીજી તરફ નાગરિકો પર વધુ પ્રતિબંધ મુકાયા છે. નાગરિકો પર વધુ ને વધુ પ્રતિબંધ મૂકીને સેકન્ડ ડોઝમાં તારીખ 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા લક્ષ્યાંક મેળવવા તંત્ર થોડુંક રઘવાયું બન્યું છે. તો તેની પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન જ છે.
આ પણ વાંચો: Omicron in Gujarat Update 2021 : 23 ઓમિક્રોન કેસ, CMની તત્કાળ બેઠક, 1 જાન્યુઆરીથી નવી ગાઈડલાઇન્સની સંભાવના
આ પણ વાંચો: Diamond Market surat: વર્ષ 2021 ડાયમંડ ઉદ્યોગ માટે લઇને આવ્યું ખુશીનો પિટારો