ETV Bharat / city

AMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રખડતી ગાયોની (AMC Stray Cattle) સમસ્યા ગંભીર બની છે. રખડતી ગાયો દ્વારા લોકોને વાહન ચાલકોમાં રસ્તામાં અચાનક વચ્ચે આવી જતા અકસ્માતના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશન 13 જેટલી ટીમ બનાવવામાં અબોલ પશુઓને (Ahmedabad Stray Cattle Operation) પકડવાની કામગીરી ચાલુ કરી છે.

AMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?
AMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?
author img

By

Published : Jun 1, 2022, 3:52 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર વાહનોની સાથે સાથે ગાય પણ દોડતી જોવા મળી આવે છે. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારમાં દરેક જગ્યા રખડતી ગાયોનું (AMC Stray Cattle) પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા લગભગ 13 જેટલી ટીમ બનાવવામાં આવી છે. તેમ છતાં રોજની માત્ર 40 જેટલી ગાયો પકડવામાં સફળ રહ્યા છે. જેના કારણે તંત્રની કામગીરી (Ahmedabad Stray Cattle Operation) પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?

કોર્પોરેશનની કામગીરીની નોંધ સરકાર પણ લીધી હતી - શહેરના જાહેરમાર્ગો કે શાકભાજી માર્કેટમાં રખડતી ગાયોનું પ્રમાણ વધારે જોવા મળી આવે છે, ત્યારે આ સમસ્યા વધારે બનતા ગુજરાત સરકાર અને પ્રદેશ પ્રમુખ પણ આની નોંધ લીધી હતી. જેના અંકે કોર્પોરેશન દ્વારા ત્રણ સિફ્ટમાં 13 ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સવારે 6, બપોરે 1 અને સાંજે 6 એમ મળીને કુલ 13 ટીમ દ્વારા માત્ર 40 જેટલી ગાયો પકડી શકતા હોવાના કારણે તેમની કામગીરી પર અનેક સવાલો થઇ રહ્યા છે.

આ પણ વાંચો : આ જિલ્લામાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો, હવે તંત્ર શું કોઈકના મોતની રાહ જોઈ રહ્યું છે....

1085 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી - કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને (Ahmedabad Highways Cattle Roaming) પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તેમની કાર્યવાહીમાં અડચણ રૂપ બનતા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે લગભગ 14899 જેટલી રખડતી ગાયો પકડવામાં આવી છે. જેમાં પશુપાલકો પાસેથી 1.4 કરોડ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

પશુઓને ચીપ લગાવવાની કામગીરીના કચાશ - અમદાવાદ કોર્પોરેશનની (Amdavad Municipal Corporation) કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણે રખડતાં પશુને પકડવામાં માટે 13 ટીમ બનાવવામાં આવી હતી. તે છતાં માત્ર 40 જેટલી જ ગાયો પકડવામાં આવી રહી છે. તો બીજી બાજુ પશુપાલક અને પશુ ઓની ઓળખ માટેની RFIDની ચિપ લગાવાની કામગીરી ગોકળગાયે ચાલી રહી છે. ચીપ લગાવવાની કામગીરી બે વર્ષ પહેલાં પૂર્ણ કરવાની હતી જે હજુ પૂર્ણ થઈ નથી. જેમાં 67000 પશુ માંથી 55000નું ટેગીંગ થયું છે જેમાં હજુ સુધી 12000ની કામગીરી હજુ બાકી છે.

આ પણ વાંચો : Neglect of Junagadh Corporation : જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ કેમ પોકારી રહ્યાં છે?

રોડ પરના પશુઓને પકડવામાં આવે છે - અમદાવાદ શહેરના મેયર જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને (AMC Stray Cattle Catch Operation) પકડવાની કામગીરી ચાલુ છે. ખાસ કરીને લોકોને અડચણરૂપ હોય કે પછી રોડ પર રખડતા ઢોરને પકડવામાં આવે છે. જેમાં ચાલીમાં કે પછી મહોલ્લામાં જઈ શકતા ન હોવાના કારણે પકડી શકતા નથી. કામગીરી ઝડપી બને તે માટે સતત કામગીરી ચાલુ છે. જેમાં માટે 13 જેટલી ટીમની નિમણુક કરવામાં આવી હતી. જે લોકો અડચણ રૂપ છે. તે લોકોને સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.