અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા (AMC Standing Committee Meeting) કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર બનાવામાં આવેલા ફૂટ વે બ્રિજના (Sabarmati Riverfront Foot Way Bridge) લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં (AMC invites PM Modi) આવ્યું છે. સાથે જ શહેરના તળાવો, સાફસફાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીએ ઝિરો અવર્સમાં ખાસ કરીને પ્રિ-મોન્સુન કામગીરી, બજેટ રિવ્યૂ બેઠકમાં મેયરની હાજરી ફરજિયાત, શહેરના દરેક ચાર રસ્તે દિશાસૂચક બોર્ડ લાગવા આવે તેવા નિર્ણય કર્યા હતા.
આ પણ વાંચો- અમદાવાદના દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર, ડોક્ટર્સ આ તારીખે કરશે હડતાળ
અટલ વોક-વે બ્રિજના લોકાર્પણ માટે PM પાસે માગ્યો સમય - અમદાવાદની શાનસમાન સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે બ્રિજ (Sabarmati Riverfront Foot Way Bridge) તૈયાર કરવામાં આવ્યો છે. આ વોક-વે બ્રિજના કામ પૂર્ણ (Inauguration of Atal Walk Way) થવાની તૈયારીમાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વોક-વેના લોકાર્પણ માટે (AMC invites PM Modi) આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ તેમની પાસે લોકાર્પણ માટે સમય માગવામાં આવ્યો છે.
![અટલ વોક-વે બ્રિજના લોકાર્પણ માટે PM પાસે માગ્યો સમય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15271780_ahdstanding_ab_7210819.jpg)
આ પણ વાંચો- AMC Standing Committee Meeting: ખરેખર અમદાવાદીઓને આ વખતે વરસાદમાં નહીં પડે અગવડ, શું છે AMCની તૈયારી...
તળાવની યોગ્ય સફાઈ ન કરનારા સામે કાર્યવાહી કરાશે - શહેરના અનેક તળાવો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેની યોગ્ય માવજત ન થતી હોવાથી જેતે તળાવોની હાલત ખરાબ જોવા મળી રહી છે. તળાવની ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેના કારણે કોર્પોરેશન દ્વારા તળાવ યોગ્ય માવજત ન કરનારા સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
![સાબરમતી નદી પર બનાવાયો ફૂટ વે બ્રિજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15271780_ahdstanding_a_7210819.jpg)
દર સપ્તાહે ઝોનમાં બેઠક મળશે - હવે દર સપ્તાહમાં મેયરની અધ્યક્ષતામાં ઝોનના અધિકારી સાથે પશ્ચિમ ઝોનની પ્રથમ બેઠક (AMC Standing Committee Meeting) મળી હતી, જેમાં દરેક વોર્ડમાં કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી ચોમાસાની પ્રિ-મોન્સુન કામગીરી કેવી રીતે કરવી. તેની પણ ચર્ચા કરવામાં આવી અને જે કામો હજુ સુધી પેન્ડિગ છે. જલ્દી પૂરા કરવામાં આવે તેવી સૂચના પણ જેતે અધિકારીઓને આપવામાં આવી છે.