અમદાવાદ કોર્પોરેશન મળેલા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કોર્પોરેશન (Hospital owned by AMC) હસ્તક 50 વર્ષથી જૂની હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વના લોકોને વધુ અને સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ 342 કરોડના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બંને હોસ્પિટલના જુના બિલ્ડીંગના અમુક ભાગ તોડીને નવા બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જેમાં ગાયનેક, રેડીયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
LG હોસ્પિટલ 700 બેડ હશે મળતી માહિતી મુજબ અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલી 66 વર્ષ જૂની LG હોસ્પિટલ હોવાથી અમૂક ભાગ ખરાબ થઈ જવાના કારણે તેને તોડીને નવું બિલ્ડીંગ ઉભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 5 લાખ 6 હજાર 220 ચોરસ મીટરમાં કરવામાં આવશે. આ નવા બિલ્ડિંગમાં 2 બેઝમેન્ટ પાર્કિંગ એરિયામાં 68 ટુ વિહિલર અને 128 કાર પાર્કિંગ કરી શકાશે. આ નવી હોસ્પિટલમાં 700 બેડ સાથે 80 ICU બેડની (AMC LG Hospital Construction) સુવિધા સાથે બિલ્ડીંગ તૈયાર થશે.
શારદાબેન હોસ્પિટલ 50 જૂની બિલ્ડીંગ તોડશે અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલા વધુ એક શારદાબેન હોસ્પિટલ 50 વર્ષ જૂની (AMC Shardaben Hospital Construction) બાંધકામ ધરાવે છે. શારદાબેન નવું બિલ્ડીંગ બાંધકામ અશોક મિલના કમ્પાઉન્ડની જગ્યામાં બાંધકામ કરવામાં આવશે. નવી બિલ્ડીંગ બાંધકામ 53505 મીટરમાં કરવામાં આવશે. (AMC Old hospital new building decision)
નવુ બિલ્ડીંગ 6 માળનું હશે શારદાબેન હોસ્પિટલનું નવું બિલ્ડીંગ 6 માળનું બનાવવામાં આવશે. જેમાં 840 બેડની હોસ્પિટલ, 80 ICU બેડ, 19 પ્રાઇવેટ રૂમ, 15 ઓપરેશન થિયેટર હશે. જેમ કે, ગાયનેક, રેડીયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સાથે કોન્ફરન્સ હોલ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. આ બંને હોસ્પિટલ કુલ અંદાજિત ખર્ચ 4342 કરોડ લગાવવામા આવી રહ્યો છે. (Hospital owned by Ahmedabad Corporation)