અમદાવાદ : અમદાવાદમાં શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની (Jagannath Rathyatra 2022) વિવિધ વિષયો પર તડામાર તૈયારી ચાલી રહી છે. આ વર્ષે ભક્તો ઢોલ નગારા સાથે ભરપૂર તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના મેયરની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ ધર્મના લોકો ભાઈ ચારો રાખે તેમ અન્ય કેટલીક (AMC Jagannath Rathyatra Seat) ખાસ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રસંશનીય કામગીરી : વિપક્ષ નેતા - અમદાવાદ શહેરના મેયરએ જણાવ્યું હતું કે, સર્વ ધર્મ સમભાવ સાથે તાજીયા જુલુસ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો રથયાત્રામાં જોડાતા હોય છે. જે રથયાત્રાનું ગૌરવ વધારે છે. આ વખતે રથયાત્રામાં કોઈપણ પ્રકારની કામગીરીમાં કચાશ ન રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ વિભાગને જવાબદારી સોંપી દેવામાં આવી છે. તો બીજી તરફ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શાંતિપૂર્ણ રીતે નીકળે તેવા પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે. તેમજ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 1 મહિનાની જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે ખરેખર પ્રસંશનીય છે.
આ પણ વાંચો : Jagannath Jalyatra 2022: ભગવાન જગન્નાથજીની ભારે હર્ષોલ્લાસ સાથે જળયાત્રા સંપન્ન, ભગવાન મોસાળ ગયા
અપશબ્દો ન બોલે તેનું ધ્યાન રાખવું - ટ્રક એશોશિયનના પ્રમુખ ડો.લલિત મોઢા દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, શાહપુર - રેંટિયાવાડી નજીક સ્વામિનારાયણ મંદિર આગળની એન્ગલોની હાઈટ ઓછી છે. જેનો નિકાલ (Rathyatra in Ahmedabad 2022) લાવવો ખૂબ જ જરૂરી છે. સાથે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રકમાં પૂરતા પ્રમાણ પ્રસાદ હોવા ખૂબ જ જરૂરી છે. જેના કારણે લોકોને ભગવાનનો પ્રસાદ મળી રહે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રસાદ ન હોવાને કારણે અમુક વખતે અપશબ્દો તરક વાળા ને અપશબ્દો ન બોલે તેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો : ભાવનગરમાં રથયાત્રાને લઈને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ
રથયાત્રા ધીમે પસાર કરવાની રજુઆત - ભાવનાબેન જણાવ્યું હતું કે, રથયાત્રા દર વર્ષે શાંતિપૂર્ણ પસાર થાય છે. જે દરેક ધર્મના લોકો ખૂબ જ સારો સહયોગ પણ માળગો હોય છે. પરંતુ શહેરના ઘી કાંટા વિસ્તારમાં ભગવાનના રથ ખૂબ જ ઝડપથી આગળ વધતો હોય છે. જેના કારણે સ્થાનિક લોકો ભગવાનના દર્શનનો લાભ લઈ શકતા નથી. જેના કારણે રથ ધીમે પસાર થયા તેવી રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારી સાથે મળેલી બેઠકમાં અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, કોર્પોરેશનના વિપક્ષ નેતા, વિવિધ સમાજના આગેવાનો, અખાડા,ટ્રક,ખલાસી એસોશિયનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.