ETV Bharat / city

AMCએ નવા 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા - Ahmedabad Corona NEWS

અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. મહત્વનું છે કે, નવા જાહેર કરેલા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સૌથી વધુ 10 વિસ્તારો પશ્ચિમ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારના સન સીટીમાં આવેલા 48 ઘરોને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

AMCએ નવા 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા

author img

By

Published : Apr 12, 2021, 7:19 PM IST

  • અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી શક્યતા
  • સૌથી વધુ 10 વિસ્તારો પશ્ચિમ ઝોનમાંથી જાહેર કરવામાં આવ્યા
  • નિકોલના 2 અને પાલડીના 1 વિસ્તારને કન્ટેઇનમેન્ટ મુક્ત કર્યા

અમદાવાદ: રાજ્યભરમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર અમદાવાદને થઈ છે. આમદાવાદમાં સૌથી વધારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેડિયમ, ચાંદખેડા, રાણીપ, વાસણા, નારણપુરા અને નવા વાડજની સોસાયટીઓનો સમાવેશ થાય છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ 8 વિસ્તારો પૈકી 6 વિસ્તાર બોપાલની માત્ર સન સિટીમાંથી જ નોંધાયા છે. જ્યારે બાકીના કેસ વેજલપુરમાંથી નોંધાયા છે. વધુમાં પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 4- 4, મધ્ય ઝોનમાં 1 અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 કેસ નોંધાયા છે.

ક્યા વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ મુક્ત જાહેર કરાયા?

નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવાની સાથોસાથ અમદાવાદ મહાનગરપાલિકાએ પશ્ચિમ વિસ્તારના પાલડીમાંથી એક સોસાયટી અને પૂર્વ અમદાવાદના નિકોલ અને રામોલ, હાથીજન વોર્ડમાંથી 1-1 સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.