- સ્માર્ટ સિટીના દાવાઓની વચ્ચે હાથીજણમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ
- ગટર, રોડ-રસ્તા, ચોખ્ખુ પીવાનું પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ
- સ્થાનિકોએ બેનરો સાથે એએમસીની વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરને સ્માર્ટ સિટિ બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના છેવાળે આવેલા હાથીજણ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્યારે આજે સ્થાનિકોએ વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.
રાધેશ્યામ હાઉસિંગ સોસાયટી વિસ્તારના લોકોને સૌથી વધુ મુશ્કેલી
હાથીજણ વિસ્તારમાં આવેલી રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સોસાયટી બન્યાને 10 વર્ષ જેટલો સમય બની ગયો છે તેમ છતાં આ સોસાયટીના સ્થાનિકો પાણી રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છેવટે આજે કંટાળીને સ્થાનિકોએ હાથમાં બેનરો સાથે એએમસીની વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.