- તહેવારોને લઈને AMCનું ફરસાણની દુકાનો પર સઘન ચેકીંગ
- ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા નમૂના લેવાયા
- અલગ અલગ ટિમ બનાવી સમગ્ર શહેરમાં ચેકીંગ હાથ ધરાયું
- ફરસાણની બનાવટમાં વપરાતી વસ્તુઓના સેમ્પલ લેવાયા
અમદાવાદઃ કોર્પોરેશનની અલગ અલગ ટિમો દ્વારા ફરસાણ બનાવવામાં ઉપયોગમાં આવતી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને બેસન અને ખાદ્યતેલ મસાલાના સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત તૈયાર કરવામાં આવેલા ફાફડા જલેબી અને મિઠાઈઓના સેમ્પલ પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે.
શહેરની પ્રખ્યાત ફરસાણની દુકાનોમાં પણ ચેકીંગ કરાયું
કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા મણિનગરમાં આવેલી નાગર સ્વીટ માર્ટ, વસ્ત્રાલની શ્રીજી ખમણ હાઉસ, સરખેજના સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ અને ચાંદલોડિયાના જલારામ ખમણ હાઉસમાંથી પણ સેમ્પલ લઇ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.