ETV Bharat / city

30 એપ્રિલ સુધી તમામ બેન્ક બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રહેશે - Bank Time Change

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્ક સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ ખુલી રહેશ. ત્યારબાદ કોરોના સંક્રમણને લઈને બેન્ક બંધ રાખવામાં આવશે.

30 એપ્રિલ સુધી તમામ બેન્ક બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રહેશે

author img

By

Published : Apr 21, 2021, 8:33 PM IST

  • 30 એપ્રિલ સુધી માત્ર બપોરે 2 વાગ્યા સુધી બેન્કમાં સામાન્ય કામકાજ થશે
  • ગ્રાહકોની મુશ્કેલી ન થાય તે માટે એટીએમ ફુલ રાખવામાં આવશે઼
  • કોરોનાને કારણે કરાયો નિર્ણય

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્ક સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ ખુલી રહેશ. ત્યારબાદ કોરોના સંક્રમણને લઈને બેન્ક બંધ રાખવામાં આવશે. જોકે, આ નિર્ણય ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા કોરોના સંક્રમણના કારણે લેવામાં આવ્યો છે. ત્યારે બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આ નિયમને અમલી બનાવવા માટે તમામ બેન્કોને જાણ કરવામાં આવી છે.

30 એપ્રિલ સુધી તમામ બેન્ક બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રહેશે

આ પણ વાંચોઃ અમદાવાદ મનપાએ નવા 31 વિસ્તારોને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા

અન્ય કામો હાલ પૂરતા સ્થગિત

આજથી લઈને 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કોમાં સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી જ કામકાજ કરવામાં આવશે. સાથે સાથે બેંકોમાં માત્ર સામાન્ય કામકાજ જ કરવામાં આવશે. જેમા ગ્રાહકોને પૈસા ઉપાડવા કે જમા કરાવવા જેવા સામાન્ય કામકાજ જ કરી શકાશે. અન્ય કામો હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા AXIS બેન્ક સહિત 5 યુનિટને સિલ કરવામાં આવી

હાલ તમામ બેન્કો 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી રહી છે

કોરોના મહામારીને પગલે હાલ તમામ બેન્કો 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી રહી છે. જેમાં ખાસ કરીને આર.ટી.જી.એસ અને ક્લિયરિંગ જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જોકે, બેન્કોના સમયમાં ઘટાડો કરી દેવાતા લોકોની પૈસાની લેવડ-દેવડમાં અગવડતા ઉભી ન થાય તે માટે તમામ બેન્કના એટીએમ ફુલ ભરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.