- અમદાવાદમાં અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાશે
- 5,6 અને 7 જાન્યુઆરીએ યોજાશે બેઠક
- RSS, BJP, VHP, ABVP સંગઠનોના પદાધિકારીઓ લેશે ભાગ
- બેઠકમાં સંગઠનાત્મક અને સામાજિક વિષયો પર ચર્ચા થશે
અમદાવાદ: આ વખતેે શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉતરાયણ પહેલા 5,6 અને 7 જાન્યુઆરીએ અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાશે. વર્ષમાં બે વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અખિલ ભારતીય સ્તરે સમન્વય બેઠક યોજાય છે.
RSSના વડા મોહન ભાગવત અને સંઘ કાર્યવાહક રહેશે ઉપસ્થિત
આ બેઠકમાં સંઘ અને સમવૈચારિક સંસ્થાનોના પદાધિકારીઓ ભાગ લેશે. સમન્વય બેઠક અમદાવાદમાં કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં યોજાવા જઇ રહી છે. જેમાં સંઘ સંચાલક મોહન ભાગવત અને સંઘમાં કાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે.
બેઠકમાં 80 જેટલી વ્યક્તિઓ રહેશે ઉપસ્થિત
આ બેઠક ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વગેરે સંસ્થાઓના અખિલ ભારતીય પદાધિકારીઓ એક કે બેની સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં લગભગ 80 જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
બેઠકમાં નિર્ણયાત્મક ચર્ચા નહીં થાય
આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો અને સામાજિક સાંપ્રત પ્રવાહો પર ચર્ચા થશે. આવી બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો નથી. આવી મોટી બેઠક પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પહેલા અને પછી નાની બેઠકો પણ મળતી હોય છે.
ભાજપને બેઠકથી લાભ
એક તરફ દેશમાં કોરોના વેક્સિનેશનનું કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિર નિર્માણને લઈ નિધિ સંગ્રહ કરવા જઈ રહી છે. ઉત્તરાયણ નજીક છે અને સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પણ નજીક છે, ત્યારે ચોક્કસ જ આ બેઠકથી ભારતીય જનતા પાર્ટીને લાભ થશે.