અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન ટેક્નિકલ એમ કુલ 20 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગાંધીનગરમાં 100 એકરમાં નવા 17 બિલ્ડીંગ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત GTUમાં પ્રવેશ પ્રક્રિયા અંગે શુ સ્થિતિ છે અને અફઘાનિ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરશે તે બાબતે જણાવ્યું હતું.
સવાલ 1: દર વર્ષ કરતા કોરોનામાં કેવા પ્રકારની છે પ્રવેશ પ્રક્રિયા ?
જવાબ : દર વર્ષ કરતા આ વર્ષે એડમિશન પ્રક્રિયા થોડી જુદી છે. જેમાં આ વર્ષે કોરોનાનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેથી વિદ્યાર્થીઓનું આગળના વર્ષના ટકા અને સ્કૂલ દ્વારા લેવાયેલી પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે બેઠકોમાં વધારો કરાશે. જે કારણે બેઠકો વધુ ભરાય તેવી છે. એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે તેવી ખાતરી આપી હતી. હાલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે 40 હજાર બેઠકો ભરાય તેવી વકી છે.
સવાલ 2 : GTU દ્વારા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે કેટલા કોર્ષ શરૂ કરાયા અને કઈ નવી બિલ્ડીંગ તૈયાર કરાશે ?
જવાબ : સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર GTU અને પુનાના ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને વારસા 12 શોર્ટ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આનાથી વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થાય અને હાલની પેઢી પ્રાચીન સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ 8 નવા સર્ટિફિકેટ કોર્ષથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્ષ શરૂ કરાયા છે. આ સાથે જ લેકાવાડા ખાતે 260 કરોડના ખર્ચે ત્રણ ગ્રીન બિલ્ડીંગ પણ તૈયાર કરવામા આવશે જે સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ થીમ પર તૈયાર કરાશે. આ 100 એકર જમીનમાં 17 થી વધુ ભવનો સ્થાપવામાં આવશે.
આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા લોકો, એરપોર્ટ પર પાણીની એક બોટલની કિંમત 3,000 રૂપિયા
સવાલ 3 : અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ કેટલા ભણે છે અને તે લોકો માટે gtu દ્વારા કેવા પગલાં લેવાયા?
જવાબ : 58 અફઘાની વિદ્યાર્થી GTUમાં અભ્યાસ કરે છે. અમે ICCR સાથે સંપર્કમાં છે. અમે તેમને આ મામલે રજુઆત પણ કરી છે અને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ વધારવા માટે પણ રજુઆત કરી છે. હાલમાં દરેક વિદ્યાર્થીના માતા પિતા સાથે અમે વાત કરીએ છીએ. આ ઉપરાંત સરકારને આ અંગે અમે રજુઆત કરી છે. હાલમાં દરેક વિદ્યાર્થી સલામત છે અને અમારા દ્વારા દરેક વસ્તુઓ પુરી પાડવામા આવી રહી છે.
આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો નોંધાયા
સવાલ 4 : કોરોનામાં GTU દ્વારા કેટલીવાર જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયા ?
જવાબ : GTU દ્વારા કોરોનામાં ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ યોજાયા છે. ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ દ્વારા અનેક વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે. હવે કોરોના ઓછો થયા બાદ હવે ફરીથી જોબ પ્લેસમેન્ટ ફેર યોજીશું. જેના જે લોકો લાભ નથી લઇ શક્યા તેમને લાભ આપવામાં આવશે.