ETV Bharat / city

Alimony law in Gujarat: પત્નીને ભરણપોષણ ના આપે તો હાઇકોર્ટે પતિ માટે આ ફરમાન કર્યુ - ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

અમદાવાદમાં પતિ દ્વારા પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવતા પત્નીએ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. જેમાં પતિના આ વલણ પર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નારાજગી(Strict words of the High Court) વ્યક્ત કરી હતી. જાણો સમગ્ર કેસ અને કેમ પતિ ભરણપોષણની રકમ આપવા કરે છે ઈનકાર..

Alimony law in Gujarat: પત્નીને ભરણપોષણ ના આપે તો પતિને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે: હાઇકોર્ટ

author img

By

Published : Apr 25, 2022, 8:01 PM IST

અમદાવાદ: પતિ દ્વારા પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ(Chief Justice of Gujarat High Court) પતિના આ વલણ કડક શબ્દોમાં(Strict words of the High Court) વખોડતા કહ્યું છે કે, જો આવતી સુનાવણીની તારીખ સુધી પતિ પૈસા ન ચૂકવી શકે, તો તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા કિશોરોને ભરણપોષણની ચિંતા

કેસ બાબતેની વિગત - આ સમગ્ર કેસમાં પતિએ સરકારી શાળામાં હેડ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. જે હાલના સમયમાં નિવૃત્તિ ઉપર છે. અરજદાર પત્નીના લગ્ન પતિ સાથે વર્ષ 1982માં થયા હતા પરંતુ બંને વચ્ચે મતભેદ સર્જાતા તેઓ વર્ષ 2000થી અલગ રહી રહ્યા છે. નીચલી અદાલતના હુકમ પ્રમાણે 21 હજારની રકમ ભરણપોષણ પેટે ચૂકવવા અદાલતનો આદેશ(lower court order) હતો, પરંતુ કોર્ટના આદેશ છતાં તેઓ પત્નીને ભરણપોષણ ન ચૂકવાતા(Section 24 of the Hindu Marriage Act) પત્નીએ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી(Contempt petition in the High Court) દાખલ કરી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની(Chief Justice of Gujarat High Court) ખંડપીઠે પતિના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કેસે ચાર્જ ફ્રેમ(framing a charge) કરવા માટે યોગ્ય ઠેરવ્યો હતો.

આ પણ વાંચો: દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું

હાઇકોર્ટ દ્વારા પતિના નિવૃત્તિ સમયે આર્થિક લાભો અંગે પૂછપરછ - આ મામલે અરજદાર વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, નિવૃત્તિના સમયે જે લાભની રકમ મળી હતી તે મોટા ભાગની ખર્ચાઈ ગઈ છે. દીકરાને ધંધા માટેનો ખર્ચ, આરોગ્ય ખર્ચ અને અમુક રકમ ઘરના સમારકામમાં વપરાઇ ગઇ હોવાનું કોર્ટમાં કહેવામાં આવ્યું હતું.

આગામી સુનાવણી સુધીમાં પતિ દ્વારા પત્નીને ભરણપોષણ - આ મામલે કોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે પતિ પાસે દીકરાને આપવાના પૈસા છે પરંતુ પત્નીને આપવા માટે પૈસા નથી. જો આગામી સુનાવણી સુધીમાં પતિ દ્વારા પત્નીને ભરણપોષણના પૈસા આપવામાં નહીં આવે તો તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે. આમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ કેસમાં આગળ સુનાવણી 2 મે 2022ના રોજ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.