અમદાવાદઃ યમન દેશનો એક યુવાન અમદાવાદમાં વિવિધ હથિયારોના પાટસ બનાવડાવતો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સ્કાય ઇન હોટેલમાં રેડ કરી તેની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી પાસેથી વિવિધ પ્રકારના હથિયારો બનાવવા માટેના પાર્ટ્સ અને જે કંપનીમાં આ પાર્ટસ બનાવવામાં આવ્યા હતાં ત્યાંથી પાર્ટ્સ બનાવવા માટેની ડાઈ પણ કબજે કરવામાં આવી છે.
અબ્દુલ અઝીઝ 10 ટકા કમિશનથી પાર્ટ્સ બનાવતો હતો
ભારતમાંથી યમનમાં ગેરકાયદેસર ak47 અને ak56 જેવા ઘાતક રાઈફલના પાર્ટ્સ સપ્લાય કરતો યમન દેશનો 36 વર્ષનો અબ્દુલ અઝીઝ નામનો આરોપી અમદાવાદમાં વિવિધ હથિયારોના પાર્ટસ બનાવી યમન દેશોમાં પોતાના મિત્રને મોકલવાનો હતો. તેના બદલામાં આરોપીને દસ ટકા કમિશન મળવાનું હ.તું જો કે આરોપી આ પાર્ટ્સ મોકલાવે તે પહેલાં વિવિધ પ્રકારના પાર્ટ્સ સાથે તેને દબોચી લેવામાં આવ્યો છે.
પહેલાં પણ ભારત આવ્યો હતો આરોપી
અબ્દુલ અઝીઝ અલઝઝા યમનમાં છૂટક મજૂરી અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આરોપી પોતાના પિતાની સારવાર કરાવવા માટે મેડિકલ વિઝા લઈને ભારત મુંબઈ ખાતે આવ્યો હતો. મુંબઈમાં અંદાજિત 28 દિવસ પોતાના પિતાની સારવાર માટે રોકાયો હતો અને બાદમાં આરોપીઓએ પોતાના પિતાને ડિસેમ્બરમાં યમન પરત મોકલી દીધા હતાં. જ્યારે આરોપીને તેના યમનના મિત્ર મુનિર મોહંમદ કાસીમે વિવિધ હથિયારના પાર્ટ્સ બનાવવાનું કહ્યું હતું તે માટે તેને પ્રયત્નો શરૂ કર્યા હતાં. મુનિરે પાર્ટના મેજરમેન્ટના આધારે ગૂગલ ઉપર આવા પાર્ટ્સ બનાવી આપનાર કંપનીઓ સર્ચ કરી અને તે માટે તે અબ્દુલ અઝીઝ એક જાન્યુઆરીથી અમદાવાદ આવ્યો હતો.
આ પણ વાંચોઃ જામનગર પોલીસે શહેરમાંથી 11 પિસ્તોલ, 19 કારતુસ સાથે બે ઈસમોની કરી અટકાયત
મિત્રએ તેના પાસે બનાવડાવ્યાં હથિયારોના પાર્ટ
આરોપીએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કરેલી પૂછપરછમાં જણાવ્યું કે યમનમાં હાલ આંતરિક સંઘર્ષના કારણે અસ્થિરતાનું વાતાવરણ છે તેના પરિણામે અલગ-અલગ સશસ્ત્રો ગ્રુપ જેમાં હોથી , અલઝનબ, અલકાયદા વગેરે એક્ટિવ છે. આ ઉપરાંત યમનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં હથિયારોની જરૂર ઊભી થઈ છે. યમનના પોતાનો સાગરીત મુનિર મોહમ્મદ કાસીમ હથિયારોના રીપેરીંગનું કારખાનું ધરાવતો હોવાથી તેમણે વિવિધ હથિયારો બનાવવા કહ્યું હતું અને તેના બદલામાં 10 ટકા કમિશન આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પાટણ સીટી પોઈન્ટ કોમ્પ્લેક્સમાંથી વિસ્ફોટકો સાથે બે શકમંદો ઝડપાયા
હથિયારોના પાર્ટ બનાવવા અમદાવાદ કેમ પસંદ કર્યું?
આરોપીઓએ વિવિધ હથિયારોના પાર્ટ બનાવવા અમદાવાદ કેમ પસંદ કર્યું તો સામે આવ્યું કે આરોપી અગાઉ 2005 થી 2011 સુધી મુંબઈમાં અભ્યાસ કરતો હતો. બીએસઇ આઇટીનો અભ્યાસ કરવા મુંબઇ આવ્યો હતો. ત્યારબાદ 2018માં પણ પોતાના પિતાની સારવાર કરાવવા મુંબઈ આવ્યો હતો. તે દરમિયાન તેણે એક દુભાષિયા સાથે મુલાકાત થઈ હતી. તે દુભાષિયો ગુજરાતી જાણતો હતો. ઉપરાંત અમદાવાદની કંપનીઓની એક્યુરસી સારી હોવાથી અને દુભાષિયો ગુજરાતી જાણતો હોવાથી અમદાવાદ પસંદ કર્યું હતું. હાલની તપાસમાં કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવી નથી. પરંતુ આરોપી સાત દિવસના પોલીસ રિમાન્ડમાં છે. પોલીસે અન્ય આરોપીઓની આ ગુનામાં સંડોવણી છે કે કેમ છેલ્લા અઢી વર્ષથી ભારતમાં આરોપી હતો તે સમય દરમિયાન કોને કોને મળ્યો રાઇફલ પાર્ટ્સ યમનમાં સપ્લાય કર્યા છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.