- આરીફે ફોન પણ મિત્રના ઘરે છૂપાવ્યો હતો અને પોલીસે રિકવર કર્યો
- બને વચ્ચે પેહલા પ્રેમ સંબધ હતો અને બાદમાં લગ્ન થયા હતા
- 6 માર્ચના રોજ કરાશે આગામી સુનાવણી કરવામાં આવશે
અમદાવાદ : આઈશા આત્મહત્યા કેસમાં આરિફ સામે રિવરફ્રન્ટ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ તેને રાજસ્થાનના પાલિમાંથી પકડીને લાવી છે. માસૂમ આઇશાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને રોજેરોજ નવી હકીકતો જાણવા મળે છે. આરિફના રિમાન્ડ દરમિયાન પોલીસને પહેલાં તે ગોળગોળ ફેરવતો હતો, પણ હવે તે દરેક બાબત સાફ સાફ કહી રહ્યો છે.
FSL દ્વારા સમગ્ર ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
અમદાવાદ પોલીસ આઇશા આત્મહત્યા કેસમાં હાલ આરિફની પૂછપરછ કરી રહી છે. પહેલાં પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. એ અંગે આરિફ કોઈ વાતને સમર્થન આપતો ન હતો. પોલીસને કહેતો હતો કે તેને તેનો ફોન તેણે ફેંકી દીધો હતો, પણ ખરેખર તેને એ ફોન તેના મિત્રના ઘરે સંતાડ્યો હતો. આ બાબતે પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આ ફોન તેના મિત્ર પાસે હોવાની કબૂલાત કરી અને પોલીસે ફોન રિકવર કર્યો છે. ફોનમાંથી ચેટ સહિતનો ડેટા ડિલિટ તપાસ કરતાં અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આરિફ અને આઇશા સાથેના ચેટ ફોટો અને અન્ય વસ્તુ ફોનમાંથી ડિલિટ થઈ ગઈ છે. એ માટે FSL દ્વારા સમગ્ર ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, આઇશાની સાથેના સંબંધો વિશેની પણ હવે આરિફ દરેક રાઝ ખોલી રહ્યો છે.
બન્ને વચ્ચે પહેલાં પ્રેમ સંબંધ હતો અને પછી લગ્ન થયા હતા
જેમાં બન્ને વચ્ચે પહેલાં પ્રેમ સંબંધ હતો અને પછી લગ્ન થયા હતા. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરિફ જે મકાનમાં રહે છે એ તેને વારસમાં મળ્યું છે, જેમાં બીજા 4 પરિવાર પણ રહે છે. આઇશા અને આરિફ વચ્ચે પ્રેમ હતો. બાદમાં પરિવારે તેના લગ્ન કરાવી આપ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ શકે છે.
આઇશા આત્મહત્યા કેસની સમગ્ર વિગતો
'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
27 ફેબ્રુઆરી, 2021 અમદાવાદ : શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
આઇશાનો પતિ અને સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા હતા
આ અંગે વટવામાં રહેતા અને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઇશાના પિતા લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરિફખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો છે.
તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલી દેજે
વર્ષ 2019થી આઇશા પિયરમાં રહીને બેંકમાં મ્યૂચ્યુઅલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. જ્યાંથી બપોરે તેને પિતાને ફોન કરીને આરિફને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતુ. આઇશાએ પિતાને જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ તેવું કહેતાં, આરિફે આઇશાને કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.
બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળ્યો
જે બાદ આઈશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશા કોઈ અગમ્ય પગલું ન ભરે તે માટે તેની માતાએ સમજાવી હતી અને માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાનો મૃતદેહ બાહર કાઢ્યો હતો.
પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઇશાના મોબાઈલમાં જોયું તો તેને એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતાં પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે તેના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આઈશા લડાઈઓ કે લિયે નહીં બની…!
“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ, આઇશા આરિફખાન…
ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…
ઇસમે કિસીકા દબાવ નહીં હૈ, અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકી જિંદગી ઇતની હોતી હે...
ઔર મુઝે ઇતની જિંદગી બહોત સુકુન વાલી લગતી હૈ...
ઔર ડેડ કબ તક લડેંગે અપનો સે કેસ વિડ્રોલ કર દો...
આઇશા લડાઈઓ કે લીયે નહીં બની, પ્યાર કરતે હે આરિફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે...
ચલો અપની જિંદગી તો યહી તક હૈ...
મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી કહાં ગલતી રહ ગઈ મેરે સે?
માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહ ગઈ મુઝ મેં યા શાયદ તકદીર મેં...
મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે...
મુઝે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે... ચલો અલવિદા.
'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
'સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે"
પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"
'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે'
અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'
'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ
જે બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આઈશા આત્મહત્યા કેસ : આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ
આઇશાને ન્યાય મળે તે માટેની અરજી કરતા આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, આરીફને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ બબાલ ઉભી થાય તેવુ હું ઇચ્છતો નથી. ઉલ્લેખનીય છે કે, પોલીસે 2 માર્ચના રોજ આઇશાના પતિને પાલિમાંથી ઝડપી લીધો હતો. જે બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
પતિને આજીજી કરતો વીડિયો થયો હતો વાયરલ
આ અગાઉ આઇશા તેના પતિને આજીજી કરતી હોય તેને લઇ સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા જસ્ટિસ ફોર આઇશાનો મેસેજ ટ્રેન્ડ કરી રહ્યો છે. વીડિયોમાં આઇશા પોતાના પતિને આજીજી કરી રહી છે, જ્યારે બીજી તરફ તે તેના પિતાને પણ કહી રહી છે કે, તેના ગયા બાદ કોઈ બખેડો ન ઉભો થાય.
સમગ્ર ઘટના પોલીસનું નિવેદન
આઇશા આત્મહત્યા કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આત્મહત્યા કરી એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે, હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.