ETV Bharat / city

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટ અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા - The reaction of the Ahmedabadis

કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના પરિવારે ETV ભારતના માધ્યમથી બજેટ નિહાળ્યું હતું. બાદમાં બજેટ અંગે એનાલિસિસ પણ કર્યું હતું અને બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.

કેન્દ્રએ રજૂ કરેલા બજેટ અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા

author img

By

Published : Feb 1, 2021, 7:56 PM IST

  • કેન્દ્ર સરકારે રજૂ કર્યું બજેટ
  • બજેટ અંગે અમદવાદીઓની પ્રતિક્રિયા
  • શુ કહ્યું અમદવાદીઓએ બજેટ અંગે?

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર દેશની સવારથી જ નજર બજેટ પર હતી. અમદાવાદમાં પણ અનેક પરિવારોએ આજે સવારથી જ બજેટ નિહાળ્યું હતું, ત્યારે અમદાવાદના પરિવારે બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.

બજેટ અંગે એનાલિસિસ પણ કરાયું

અમદાવાદના પરિવારે ETV ભારતના માધ્યમથી બજેટ નિહાળ્યું હતું. બાદમાં બજેટ અંગે એનાલિસિસ પણ કર્યું હતું, ત્યારે બજેટ અંગે લોકોમાં સામાન્ય નારાજગી પણ જોવા મળી હતી. લોકોની આશા અને અપેક્ષા પ્રમાણે બજેટ આવ્યું નથી. જેથી લોકોમાં બજેટને લઈને કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

કેન્દ્રએ રજૂ કરેલા બજેટ અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા

બજેટને લઈને અમદવાદીઓની પ્રતિક્રિયા

બજેટને લઈને અમદાવાદીઓ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બજેટમાં દેશની સુરક્ષાને લઈને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, બજેટમાં ટેક્સ ટાઈલ ઉદ્યોગોને રાહત મળી નથી, ડિજિટલ ક્ષેત્રે 2.5 ટકાનો વધારો કરવામાં આવે છે. તો ડિજિટલ ઇન્ડિયા કેમનું બનશે, પોષણમાં પણ વધુ જોગવાઈ કરવાની જરૂરિયાત હતી અને ટેક્ષમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગૃહિણીઓએ પણ જણાવ્યું હતું કે, કોરોના શરૂ થયો ત્યારથી અનેક જીવન જરૂરિયાત વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. જે બજેટમાં ઘટશે તેવી આશા હતી પરંતુ તે પણ બજેટમાં જોવા ન મળતા નિરાશા જોવા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.