ETV Bharat / city

ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ પાર્કિંગ, 1000 થી વધુ કારને પાર્ક કરી શકાશે - parking lot in Ahmedabad

ગુજરાતનું સ્માર્ટ સિટી અમદાવાદ, વધુ એક સુવિધામાં વધારો કરવા જઈ રહ્યું છે. અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ પાર્કિંગ એરિયા બની રહ્યું છે. જેમાં એક સાથે 1000થી વધુ કાર પાર્કિંગ કરી શકાશે. આ ઉપરાંત, પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ઇ-ઝોન બનાવવામાં આવશે.

ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ પાર્કિં
ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ પાર્કિં
author img

By

Published : Aug 23, 2021, 8:17 PM IST

  • અમદાવાદમાં સૌથી મોટું પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે
  • એક સાથે 1,000થી વધુ કારને પાર્ક કરી શકાશે
  • ઇલેક્ટ્રિક વાહનોને ઇ-ઝોનમાં ચાર્જ પણ કરી શકાશે

ન્યૂઝ ડેસ્ક : આજ કાલ ટ્રાફિકની સમસ્યાઓ ખુબ જ વધી રહી છે, ત્યારે રાજ્યમાં વાહન પાર્કિગને કારણે જ ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, ત્યારે અમદાવાદમાં શહેરનું સૌથી મોટુ સ્માર્ટ પાર્કિંગ બનશે. આ એક જ સ્થળે 1,000થી વધુ કાર પાર્ક કરી શકેશે. આ પાર્કિંગની ખાસ વિશેષતા એ છે કે MLCP દ્વારા ઓટોમેટિક પાર્કિંગ થશે. શહેરમાં પાર્કિંગની સમસ્યા સામે આ પાર્કિંગ સૌથી મોટી રાહત છે. રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુના ઇવેન્ટ ગ્રાઉન્ડની સામે સ્માર્ટ પાર્કિંગ હાલ બનાવવામાં આવી રહ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનો માટે ઇ-ઝોન

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) ના અધિકારીએ દાવો કર્યો છે કે, આગામી આઇકોનિક ફુટ ઓવરબ્રિજ મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધા સાથે સીધો જોડાયેલું હશે. ફૂટ-ઓવર બ્રિજની મુલાકાત લેનારા લોકો MLCP પર તેમના વાહનો પાર્ક કરી શકશે. આ સાથે જ ઇલેક્ટ્રિક વાહનો માટે ઇ-ઝોન બનાવવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ તેમના વાહનો ચાર્જ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.