અમદાવાદ: 24 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેના 2017ના વર્ષમાં લગ્ન થયાં હતાં. જે બાદ 2019માં છૂટાછેડા માટે ઘીકાંટા કોર્ટમાં મેટર ચાલી રહી છે. કેસ લડવા માટે પ્રભાત ડોકટર નામના વકીલને રાખ્યો છે. યુવતી સાથે આ કારણે 2019ના જૂન માસથી વકીલ સંપર્કમાં હતો.
અમદાવાદ : ભરણપોષણ માટેનો કેસ લડનાર વકીલે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ અચાનક એક દિવસ આરોપી વકીલ કોર્ટના જરૂરી દસ્તાવેજો લઈ જવાના બહાને ઘરે લઈ ગયાં હતાં અને માતાજીના પ્રસાદના નામે પેડો ખબડાવ્યો હતો. તે બાદ યુવતી હોશમાં ન રહેતાં મકાન બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું તેના ફોટો વિડીઓ પણ ઉતર્યાં હતાં.જે બાદ પરિવારને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
અમદાવાદ : ભરણપોષણ માટેનો કેસ લડનાર વકીલે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ જે બાદ ફોટો વિડીઓ વાયરલ કરવાની ધમકી આપી મોટેરા ખાતેની મોહિની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. વિડrઓ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાણીપ પોલીસે ગુનો નોંધી આરોપીને નજરકેદ કર્યો છે. આરોપીનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે જે આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે.હાલ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વકીલ તરીકે વ્યવસાય કરે છે અને દરિયાપુર ખાતે રહે છે. આરોપીની ધરપકડ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.