અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવની કરાઇ નિમણુક
- સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે
- પહેલા સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા
- અમદાવાદના 35માં પોલીસ કમિશ્નર બન્યા
અમદાવાદ: 31 જુલાઈના રોજ રાજ્યના DGP શિવાનંદ ઝા નિવૃત થતા અમદાવાદ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાની રાજ્યના નવા DGP તરીકે નિમણુક કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા માટે સંજય શ્રીવાસ્તવની નિમણુક કરવામાં આવી છે.
સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણુક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવની અમદાવાદના 35માં પોલીસ કમિશ્નર તરીકે નીમણુક કરાઇ છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે.
અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલી છે, જેથી સીનયોરીટી પ્રમાણે અને અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણુક કરવામાં આવી છે.