અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અટલ વોક વે બ્રિજ જાહેર જનતા (Atal Walkway Bridge Ticket Rate) માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જે પગલે બ્રિજ પર જવા માટે ટિકિટ લાગુ કરી દેવામાં આવી છે. છતાં પણ લોકો ભારે ઉત્સાહ પૂર્વક અટલ વોક વે બ્રિજ પર મજા માણી રહ્યા છે. ટિકિટ ભાવ રાખવા જોઈએ કે નહીં તેને લઈને નાગરિકોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
સ્વચ્છતા માટે ટિકિટ સ્થાનિક નાગરિક ઊર્મિલ વૈદ્ય જણાવ્યું હતું કે આવા સુંદર બ્રિજ પર ફરવા માટે ટિકિટ દર રાખવા ખૂબ જરૂરી છે. જેમાં કાંકરિયા સુંદરતા જાળવી રાખવા ટિકિટ રાખવામાં આવી છે. એટલે આ બ્રિજ પણ અમદાવાદની એક શોભા (Ahmedabad Sabarmati Riverfront) સમાન છે એટલે ટિકિટ દર તો રાખવા જોઈએ. ખાસ કરીને અમદાવાદ શહેરના માધ્યમથી પસાર થતી સાબરમતી નદીને આ બ્રિજ પર જોવાની મજા કંઈક અલગ લાગી રહી છે.
પાન મસાલાની પિચકારી વધુ એક નાગરિકે જણાવ્યું હતું કે, આ બ્રિજ પર અમુક જગ્યાએ પ્રવાસીઓ દ્વારા પાન મસાલાની મારેલી પિચકારી જોવા મળી આવે છે. પરંતુ એ પિચકારી ન મારવી જોઈએ. જેમ રિવરફ્રન્ટે અમદાવાદની ઓળખ છે. તેમ આ વોકવે બ્રિજ પણ અમદાવાદની ઓળખ છે. આ બ્રિજને પણ સ્વચ્છ અને સુંદર રાખવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો આ બ્રિજ ટૂંક જ સમયમાં વધારશે અમદાવાદની શોભા, લોકોને હરવાફરવા માટે મળશે નવું સ્થળ
અટલ વોક વે બ્રિજ પર ટિકીટ દર કેટલો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ (Atal Walkway Bridge Ticket Rate) વોક વે બ્રિજ આખરે ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 3 વર્ષથી 12 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી વધુથી ઉપરના લોકોને 15 રૂપિયા જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વિકલાંગ લોકો માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. જેમાં એક ટિકિટનો વધુમાં વધુ 30 મિનિટ ઉપયોગ કરવામાં આવશે.
ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ કોમ્બો માટે પેકેજ ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ બન્ને એકબીજાને નજીક આવેલા હોવાથી રિવરફ્રન્ટ (Flower Park Atal Bridge Combo) ડેવલપમેન્ટ દ્વારા કોમ્બો પેક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 3થી 12 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 20 રૂપિયા જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 40 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યા છે. આમ પણ વિકલાંગ લોકો માટે ફ્રી પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ
કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા બ્રિજ પર જવા માટે અમુક નિયમો ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારના પાન-મસાલા કે બહારનો નાસ્તો લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલતુ પ્રાણી, રમત ગમત સાધનો લઈ ન જવા, આ બ્રિજ પર કોઈપણ પ્રકારના રમતો રમવી, મોટેથી અવાજ કરવો, ડાન્સ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.