ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્ય LCBએ 7 આરોપીની ધરપકડ કરી 30 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદ ગ્રામ્ય LCBએ ઘરફોડ ચોરી કરતી ગેંગના 7 ઇસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડથી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર પણ જપ્ત કરી છે.

અમદાવાદ ગ્રામ્ય LCBએ 7 આરોપીની ધરપકડ કરી 30 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

author img

By

Published : Oct 10, 2020, 4:30 AM IST

અમદાવાદ: ગ્રામ્ય LCBએ ઘરફોડ ચોરી કરતી ગેંગના 7 ઇસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડથી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર પણ જપ્ત કરી છે.

અમદાવાદ ગ્રામ્ય LCBએ 7 આરોપીની ધરપકડ કરી 30 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ગ્રામ્ય LCBએ 7 આરોપીની ધરપકડ કરી 30 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

આરોપીઓ ગત 2 વર્ષમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકયા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શેલો કટારા ઉંમરમાં નાનો છે, પરંતુ ઘરફોડ ચોરી કરવામાં એટલો જ ચાલક છે. જેના કારણે લાંબe સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યો છે.

આ ગેંગના સાગરિતો પહેલેથી જ સજ્જ રહેતા અને રેકી કરેલા સ્થળ ઉપર પોતાનો વેશ ધારણ કરી હથિયારથી સજજ થઈને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આટલું જ નહીં પરંતુ ઘરફોડ ચોરી દરમિયાન કોઈ જાગી જાય અથવા પ્રતિકાર કરે તો તેમને ઈજા પહોંચાડી અને ફરાર પણ થઇ જતા.

પોલીસે આ ગેંગની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ ગત 1 વર્ષમાં રાજકોટ, હિંમતનગર, સુરત, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.