- નાની બાબતો કે ઝઘડામાં ફાયરિંગ થવું એ હવે અમદાવાદમાં સામાન્ય ઘટના બની
- રિલીફ રોડ વિસ્તારમાં મકાન ખાલી કરવા બાબતે 4 આરોપીએ કર્યું ફાયરિંગ
- અંગત અદાવતમાં ફાયરિંગ કરનારા 4 આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના રીલીફ રોડ વિસ્તારમાં ૮ ડિસેમ્બરે અંગત અદાવત થયેલા ફાયરિંગ કેસમાં (Ahmedabad Relief Road Firing Case) પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા ચારેય આરોપીઓની (Arrest of the accused in the firing) પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, મકાન ખાલી કરાવવા જેવા (a dispute over evacuation of a building) ઝઘડામાં ગુલામુદ્દીન મેમણ અને ઈલિયાસ એમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી, જેને પગલે ફાયરિંગની ઘટના બની હતી.
આ પણ વાંચો- Ahmedabad: મૂર્તિ બનાવનારા કારીગર પર ફાયરિંગ
ઈલિયાસ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર પણ કરે છે
પોલીસે પકડેલા આરોપી ગુલામુદ્દીન અબ્દુલકાદર મેમણ, જેની પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 8 ડિસેમ્બરે રિલીફ રોડ પાસે ફાયરિંગની ઘટના બનતા ઈલિયાસ નામના શખ્સને એક ગોળી વાગી હતી. જોકે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બીજી તરફ આરોપી ઈલિયાસ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ છે, જેની સારવાર બાદ પોલીસ ધરપકડ કરશે. હાલ તો ઈલિયાસની પોલીસ જાપ્તા વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઈમરાન ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો
જ્યારે ફાયરિંગ ઘટના બની તે અગાઉ પણ કેટલીક વખત ઈલિયાસ અને ઈમરાનની મકાન ખાલી કરાવવા બાબતે જૂની તકરાર ચાલી રહી હતી. આના કારણે 8 ડિસેમ્બરે ઈલિયાસ ઈમરાનને શોધતા રિલીફ રોડ પોતાના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો, પરંતુ ઈમરાન ત્યાં ન મળતા ગુલામુદ્દીન સાથે તકરાર કરી અને ફાયરિંગ કરી (Ahmedabad Relief Road Firing Case) ફરાર થઈ ચૂક્યો હતો.
આ પણ વાંચો- Firing in Ahmedabad: વસ્ત્રાલમાં ફ્લેટના મેઈન્ટેનન્સ જેવી નજીવી બાબતે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ
ઈલિયાસને ખભે ગોળી વાગી હતી
જોકે, પોલીસે આ અંગે પણ ચારેય શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબનો બીજો ગુનો નદી બંનેની સામે ફરિયાદ દાખલ કરી છે. હાલમાં ઈલિયાસના ત્રણ સાગરિતો અયાઝ, મોહમ્મદ રિયાઝ અને સલમાનની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો ઈલિયાસ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર પણ કરે છે. જ્યારે ફાયરિંગની (Ahmedabad Relief Road Firing Case) ઘટના બની ત્યારે ગુલાબ મોદીની રિવોલ્વરમાંથી વાગેલી ગોળી ઈલિયાસને ખભાના ભાગે વાગી હતી. હાલ તો પોલીસે આ બંને ફરિયાદમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી ઈલિયાસ હથિયાર ક્યાંથી લાવ્યો હતો? અને પકડાયેલા આરોપીઓનો તેમાં શું રોલ સામે આવે છે તે જોવું રહ્યું.