અમદાવાદ: કાંકરીયા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને (Ahmedabad rape case) લગ્નની લાલચ આપીને શખ્સે દુષ્કર્મ (lured the girl into marriage) ગુજાર્યું હતું, અને દુષ્કર્મ આચરતો વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ (Blackmailed by making abusive videos) કરી રૂપિયા 12 લાખ અને 30 તોલા સોનુ પણ પડાવી લીધું હતું. બાદમાં આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચો : Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા
પત્નીને છૂટાછેડા આપીને લગ્નની યુવતીને લાલચ આપી
કાંકરીયા વિસ્તારમાં 19 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. વર્ષ 2020માં દારૂના ગુનામાં તેના માતા-પિતા વોન્ટેડ હોવાથી યુવતી તેની 2 બહેનો તથા 3 ભાઈ સાથે કાકીના ઘરે રહેતી હતી. આ દરમિયાન રાજેન્દ્ર ઉર્ફે રાજો ચુનારો યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અવારનવાર રાજેન્દ્ર યુવતી સાથે લગ્ન કરવાની વાતો કરતો હતો. પહેલી પત્નીને છૂટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી, જેથી યુવતી રાજેન્દ્રની વાતમાં ભોળવાઇ ગઈ હતી. યુવતી રાજેન્દ્ર સાથે મોબાઈલ તેમજ મેસેજો પર વાતો કરવા લાગી હતી.
ગેસ્ટ હાઉસમાં લઈ જઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
રાજેન્દ્ર એક દિવસ યુવતીને આસ્ટોડિયાના એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ અવારનવાર યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજારતો હતો. દુષ્કર્મ આચરતો વીડિયો પણ રાજેન્દ્રએ તેના મોબાઈલમાં બનાવી લીધો હતો. યુવતીને રાજેન્દ્રએ ફોન કરી ધમકી આપી હતી કે, મારે 1 લાખ રૂપિયાની જરૂર છે, તું મને એક લાખ રૂપિયા નહીં આપે તો, તારા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વહેતા કરી નાખીશ, જેથી યુવતીએ 1 લાખ રૂપિયા રાજેન્દ્રને આપ્યા હતા. બાદમાં રાજેન્દ્રએ અવારનવાર ધમકી આપીને યુવતી પાસેથી રૂપિયા 12 લાખ રોકડા અને 30 તોલા સોનુ પડાવી લીધું હતું.
આ પણ વાંચો : સાયકો પ્રેમી: બચવા માટે યુવતી આજીજી કરતી રહી અને યુવકે જાહેરમાં ગળું કાપ્યું
યુવતી આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ ખાતે ગઈ હતી
મુદ્દામાલ લઇ રાજેન્દ્ર રાજસ્થાન ભાગી ગયો હતો, બાદમાં યુવતીને ફોન કરી, હું તારી સાથે લગ્ન નહીં કરું, મારી પત્નીને છૂટાછેડા નહીં આપું તેમ જણાવ્યું હતું. જેથી મનમાં લાગી આવતા યુવતી આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ ખાતે ગઈ હતી, ત્યારે પોલીસે યુવતીને બચાવી લીધી હતી. આ અંગે રાજેન્દ્રને જાણ થતા તે પણ યુવતીને મળવા આવ્યો હતો અને લગ્નની લાલચ આપીને માફી માગી હતી, જેથી યુવતીએ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં યુવતી સાથે ફરી લગ્ન કરવાની ના પાડી હતી. આખરે આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.