અમદાવાદ: વર્ષ 2021-22 અમદાવાદ રેલવે મંડળ માટે ફાયદાકારક વર્ષ રહ્યું છે. અમદાવાદ રેલવે મંડળ દ્વારા 400 કિમી ઇલેક્ટ્રિકનું કામ કરવામાં આવ્યું છે. જે આખા ભારતમાં બીજા નંબરે રહ્યું છે.સાથે સાથે અમદાવાદ રેલવે મંડળ દ્વારા લોડિંગમાં પણ 38.42 મિલિયન ટન લોડીંગ કરી દેશના ટોપ 10માં અમદાવાદ મંડળનો સમાવેશ થયો છે. રેલવે મંડલ દ્વારા 68 રસ્તા બદલવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગ માટે નવી વ્હીલચેર(New wheelchair for the disabled) મૂકવામાં આવશે. મહિલાની સુરક્ષા ધ્યાનમાં રાખી મેરી સહેલી અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો: કેવડિયા રેલ્વે સ્ટેશનની રેલ્વે બોર્ડ ચેરમેને લીધી મુલાકાત, 17 જાન્યુઆરીએ વડાપ્રધાન કરશે ઈ-લોકાર્પણ
અમદાવાદની 9 ટ્રેનના કોચ બદલાયા - પ્રવાસાઓની સુવિધામાં વધારો(Increase the convenience of travel) કરવામાં આવ્યો છે. જેમાં એસ્કેલેટર સીડી લગાવવામાં આવશે. તેથી દરેક પ્લેટફોર્મ પર એસ્કેલેટર જોવા મળશે. આ સાથે સાથે રેલવેની જે 9 ગાડીમાં ICF કોચ હતા તેને બદલીને નવા આધુનિક કોચ(New modern coaches) લગાવવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ દ્વારા લગભગ 60 કિમી જેટલા રેલવેના પાટા બદલવાનું કામ પણ આ વર્ષમાં કરવામાં આવ્યું હતું.
પાર્સલ સુવિધા 102 કરોડની આવક - અમદાવાદથી 25 ટ્રેનો જે ડીઝલથી ચાલતી હતી. તેને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ(Convert diesel trains to electric) કરવામાં આવી છે. કોરોના કાળમાં રેલવે દ્વારા જે પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવી હતી. તેમાં અંદાજિત 102 કરોડ જેટલી આવક પ્રાપ્ત કરી છે. આ સાથે પેસેન્જર ટ્રેનમાં પણ ભારે પ્રમાણમાં આવક જોવા મળી હતી.
આ પણ વાંચો: રેલવેએ પૂર્વીય અને પશ્ચિમી ડીએફસીની સમયમર્યાદા 6 મહિના માટે લંબાવી
એડવાન્સ બુકિંગ માટે એડીશન વિન્ડો ઉપલબ્ધ - અમદાવાદ રેલવે સ્ટેશન પર એડવાન્સ ટિકિટ બુકિંગ માટે એડિશન વિન્ડો રાખવામાં આવી છે.જેમાં ટિકિટ બુકિંગ માં મોટી લાઈન થાય તો તે એડીશન વિન્ડો તરત જ ખોલી દેવામાં આવશે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મહિલાની સુરક્ષા માટે 'મેરી સહેલી'અભિયાન શરૂ - વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે વ્હીલચેર પણ રાખવામાં આવશે જેનાથી એવા અશક્ત લોકો સીધા પ્લેટફોર્મ સુધી જઈ શકશે. આવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મહિલાની સુરક્ષા માટે રેલવે દ્વારા 'મેરી સહેલી' નામના અભિયાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં મહિલા એકલી પ્રવાસ કરતી હશે ત્યારે રેલવેને જાણ કરવામાં આવશે તો રેલવેના RPFના જવાન સમયાંતરે તેની પાસે રહી મહિલાઓને ટ્રેનમાં સુરક્ષા પૂરી આપશે જેથી મહિલાઓનો પ્રવાસ બેફિકર થઈ જશે.