અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે. ત્યારે જ સોલા પોલીસની ટીમે (sola high court police station) સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) ઓગણજ પાસેના (ognaj village) એક એસ્ટેટમાંથી 21,00,000 રૂપિયાનો રૂપિયાનો વિદેશી દારૂ અને બીયર ઝડપી પાડ્યો હતો. હવે સિનિયર પોલીસ અધિકારીઓએ પોતાની ટીમને તૈયાર કરી દીધી છે. આટલો બધો દારૂ (Ahmedabad Police seized alcohol) ક્યાંથી આવ્યો અને તે કોને મોકલવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસે કરી રેડ સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (sola high court police station) હતી ત્યારે PSI પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) નજીક ઓગણજ ગામની સીમમાં (ognaj village) આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે.
દારૂનું ગોડાઉન ઝડપાયું પોલીસની ટીમ (Ahmedabad Police) તરત જ તે જગ્યાએ સ્ટાફ સાથે શેડમાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા વિદેશી દારૂનું આખું ગોડાઉન મળી આવ્યું હતું. અહીં દારૂની 3,548 બોટલ તેમ જ બિયરના 1,584 ટીન મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે 21,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો (Ahmedabad Police seized alcohol) હતો.
એક આરોપીની ધરપકડ સાથે જ ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામનો યુવક ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં (Ahmedabad Police seized alcohol) તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસે આ અંગે વધુ તપાસ (Ahmedabad Police) હાથ ધરી છે.