ETV Bharat / city

લાંચિયો કોન્સ્ટેબલ : આ પ્રકારના શખ્સોના કારણે ઈમાનદાર પોલીસ જવાનો પર ઉડે છે છાંટા

અમદાવાદ પોલીસ પર ફરી એકવખત કિચડ (Police Bribery Case) ઉછળતું જોવા મળતો કિસ્સો સામે આવ્યો છે. ઓઠવ ચિલોડા રોડ પર ટ્રાફિક વિભાગનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. હાલ તેની સામે ગુનો (Ahmedabad Traffic Police Bribe) નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લાંચિયો કોન્સ્ટેબલ : આ પ્રકારના શખ્સો હિસાબે ઈમાનદાર પોલીસ જવાનો પર ઉડે છે છાંટા

author img

By

Published : Jun 15, 2022, 12:14 PM IST

અમદાવાદ : અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા તેવો બીજો (Police Bribery Case) કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા હજી શહેરમાં ટ્રાફિક પોલીસ ઓફિસમાં મહેફિલ માણતા જોવા મળ્યા હતા, ત્યારે ફરી એક વખત ટ્રાફિક પોલીસ પર લાંછન (Ahmedabad Traffic Police Bribe) લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ (Ahmedabad Traffic Police) એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.

આ પણ વાંચો : લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

શું હતો બનાવ - અમદાવાદ શહેર તેમજ નેશનલ હાઈવે રિંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તેમજ TRBના માણસો વાહન રોકી લોકોને હેરાન પરેશાન કરીને લાંચ લેતા હોવાનું ACBને જાણવા મળ્યું હતું. તેને લઈને એક કાર ચાલક ઓઠવ ચિલોડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રોક્યો હતો. કાર ચાલક સાથે તકરાર કરીને કાર ચાલકને 7 હજારનો દંડ ભરવો પડશે તેવું કહ્યું હતું. બાદમાં 1 હજારની લાંચ માંગી હતી. જે ACBએ છટકું ગોઠવીને લાંચ લેનાર (Constable Bribery Case) કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ

જનતા પણ જાગૃત થાય - ACBએ ડિકોયરનો સંપર્ક કરીને રણાસણ ટોલનાકા પાસે છટકું ગોઠવી હતી. ડિકોયરની ગાડીને ટ્રાફિક પોલીસ સ્ટેશનના લોકરક્ષક કાળુ ચૌધરીએ ઉભી રાખી હતી. અલગ અલગ દંડ કરીને 7 હજાર રૂપિયા ભરવા પડશે તેવું જણાવ્યું હતું. રકઝકના અંતે 1 હજારની લાંચની (Bribery Crime Case) માંગ કરી હતી. જે લાંચની રકમ લેતા જ ACB એ આરોપીને ઝડપી પાડ્યો હતો. ACBએ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અવારનવાર નાસ્તા પાણી માટે સામાન્ય નાગરિક પાસે બેફામ પૈસા વસુતલી હોય છે ત્યારે આ લોકોમાં સામે નીડર બનીને ઉચ્ચ અધિકારીને જનતાએ જાણ કરવી જોઈએ. જેથી બીજી વાર ઈમાનદાર પોલીસ ઓફિસરો પર ડાઘ બચી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.