- માંડલ મામતદાર કચેરીમાં અરજદારોને હુકમ વિતરણ કરાયા
- વિધવા સહાય યોજના અને સંકટ મોચન યોજનાના લાભાર્થીઓને મળ્યા હુકમ
- અરજદારોને બેન્ક ખાતા પણ લિન્ક કરી ટૂંક સમયમાં સહાય અપાશે
વિરમગામઃ માંડલ મામલતદાર કચેરીમાં વિધવા સહાય યોજના અને સંકટ મોચન યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 38 અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મામલતદાર જી. એસ. ગોસ્વામીએ આ યોજનાઓ અંતર્ગત જરૂરિયાતમંદોને પહેલું મહત્ત્વ આપતા તેમની અરજીઓ તાત્કાલિક મંજૂર કરી લીધી હતી. મામલતદાર કચેરીએ ઉપસ્થિત તમામ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. તમામ અરજીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી મામલતદાર સાહેબની હાજરીમાં મંજૂર કરી ઓર્ડર પ્રિન્ટ આઉટ કરી લેવાયા હતા.
માંડલમાં 38 અરજીઓનો તાત્કાલિક નિકાલ કરાયો
આ કાર્યક્રમમાં માંડલ મામલતદાર જી. એસ. ગોસ્વામી તથા કચેરીનો સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી એસ. એલ. નિસરતા તથા તાલુકા પંચાયતનો સંપૂર્ણ સ્ટાફ તેમ જ તલાટી પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કુલ 38 અરજી મંજૂર કરવામાં આવી હતી. અરજદારોને બેન્ક ખાતા પણ લિંક કરી ટૂંક સમયમાં સહાય પણ શરૂ થશે.