- અમદવાદમાં મહિલાઓ માટે નવતર પ્રયોગ
- હવે મળશે એન્ટી બેકટોરિયલ માસ્ક
- માસ્ક થકી મહિલાઓને પણ મળશે રોજગારી
- કેવી રીતે માસ્ક થતી રોજગારી મળશે?
અમદાવાદઃ શહેરની પગભર નામની મહિલાઓની સંસ્થા દ્વારા એન્ટી બેકટોરિયલ માસ્ક બનાવવામાં આવ્યાં છે જે માસ્ક બજારમાં વેચાણમાં આવશે. આ માસ્ક બનાવવામાં માટે મહિલાઓને ઘરે બેઠા કામ આપવામાં આવશે અને માસ્ક વેચાણ બાદ થતો નફો પણ તે મહિલાઓને આપવામાં આવશે.
એન્ટી બેક્ટોરિયલ માસ્ક એટલે શું?
આ માસ્ક અન્ય માસ્કથી અલગ પ્રકારના છે. સામાન્ય માસ્કમાં જ્યારે આપણે હાથ લગાવીએ ત્યારે હાથમાં લાગેલ ચેપ માસ્ક પર લાગે છે અને તે આપણા શ્વાસમાં પણ જાય છે. પરંતુ એન્ટી બેલટોરિયલ માસ્ક અલગ છે. તેમાં હાથનો ચેપ માસ્ક સુધી જતો નથી અને માસ્કનો શ્વાસ સુધી. હાલ આ સંસ્થાએ વિવિધ પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે જેમાં લગ્નને અનુરૂપ પણ માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સંસ્થાનો ઉદ્દેશ મહિલાઓને કામ આપીને તેમને પગભર બનવાની તક આપવાનો છે.