ETV Bharat / city

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8,051 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર - સામાન્ય વોટર કન્વર્ઝેશન

સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22 માટેનું વાર્ષિક બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ રજૂ કર્યું હતું. બજેટ કમિટીના ચેરમેને 8,051 કરોડ રૂપિયાનું મંજૂર કર્યું છે. મહત્વનું છે કે, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે 7,475 કરોડનું ડ્રાફ્ટ બજેટ મૂક્યું હતું, જેમાં 576 કરોડ રૂપિયાનો વધારો સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8,051 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

author img

By

Published : Apr 5, 2021, 4:24 PM IST

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8,051 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર
  • મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું બજેટ
  • મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટ કરતા સામાન્ય બજેટમાં 576 કરોડનો વધારો
  • શાસક પક્ષ દ્વારા અમદાવાદ અને રાહત આપતા કાર્યોનો બજેટમાં સમાવેશ કરાયો
  • સામાન્ય વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં નથી કર્યો વધારો

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સોમવારે ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બજેટ રજૂ કર્યું હતું. સર્વાનુમતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22 માટે 8,051 કરોડ રૂપિયાનું બજેટલ મંજૂર કરવામાં આવ્યું હતું. કમિશનરે રજૂ કરેલા બજેટમાં 576 કરોડનો વધારો કરી શાસક પક્ષે સોમવારે બજેટ મંજુર કર્યું હતું તો નાગરિકોને ફાયદો થઈ શકે તે માટેની તમામ બાબતોને બજેટમાં હાલ તો ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદીઓને રાહત મળે તે માટે સામાન્ય વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આરોગ્યને લગતી બાબતો અંગે મોટા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

શાસક પક્ષ દ્વારા અમદાવાદ અને રાહત આપતા કાર્યોનો બજેટમાં સમાવેશ કરાયો

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા પંચાયતનું 18.77 લાખની પૂરાંતવાળું બજેટ રજૂ: વિકાસના નવા કામોનો કોઈ ઉલ્લેખ નહી

થલતેજમાં સરકારી હોસ્પિટલ બનશે

થલતેજના ઝાયડસ રોડ પર 30 બેડની હોસ્પિટલ બનાવવા માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, નળ, ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે બજેટમાં કોઈ પ્રકારની ખાસ ફાળવણી કરવામાં આવી નથી તો નાગરિકોના છે સામાન્ય પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો છે. તે આગામી વર્ષોમાં ઉકેલ આવશે કે નહીં તે પણ એક મહત્વનો સવાલ રહેશે.

40 ચોરસ મીટકની રહેણાંક મિલકત ધારકોને ટેક્સમાંથી માફી

શહેરમાં 40 ચોરસ મીટર રહેણાંક મિલકતધારકોને આગામી વર્ષમાં ટેકસમાંથી માફી આપવામાં આવશે, જેનો 6.49 લાભ મિલકતધારકોને મળશે. કોર્પોરેશનની બિલ્ડીંગમાં ચાલી રહેલી ટ્રસ્ટની હોસ્પિટલોની મિલકતોમાં 70 ટકા રિબેટ આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે સ્ટેશન અને પારસ ચોકીમાં વધારો કરવા માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં ફાળવવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટ કરતા સામાન્ય બજેટમાં 576 કરોડનો વધારો

બજેટ અંગેની હાઈલાઈટ્સ

શહેરમાં 10 આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા માટે 11 કરોડ રૂપિયાની જોગવાઈ. જ્યારે કોર્પોરેટરોની ગ્રાન્ટ રૂપિયા 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન માટે 1.20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન સંચાલિત તમામ હોલને વાતાનુકૂલિત બનાવવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. શહેરની રેફરલ હોસ્પિટલને અત્યંત આધુનિક બનાવવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ સિનિયર સિટીઝન માટે નવા બાગ-બગીચાઓ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેવડિયામાં બનાવ્યું તેવું જ ગાર્ડન અમદાવાદમાં બનાવાશે

મયુનિસિપલ કમિશનરે કોર્પોરેટરોને રૂપિયા 17 લાખની ગ્રાન્ટ આપવાની દરખાસ્તમાં રૂપિયા 1 લાખનો વધારો કર્યો છે અને હવે વાર્ષિક રૂપિયા 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોર્પોરેટરને મળશે. આ સાથે જ કેવડિયામાં બનાવેલું આ આયુષ્ય માનવ ગાર્ડન જેવું હુબહુ ગાર્ડન અમદાવાદમાં પણ બનાવવામાં આવશે. આ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ બજેટમાં ઉલ્લેખ કરાયો છે. વર્ષ 2021ના બજેટમાં કમિશનરે ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ બોપલ, ઘુમા વિસ્તાર કે જેને હાલમાં જ કોર્પોરેશનના સમાવેશ કરાયો છે. તે વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક બનાવવાની યોજના પણ બજેટમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃ રૂડા દ્વારા વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું

ઠક્કરબાપાનગરમાં નવી કોર્પોરેશનની શાળા બનાવાનો બજેટમાં ઉલ્લેખ
એક તરફ જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2021-22ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના શાસકોના બોર્ડમાં જ સુખ-સુવિધાઓમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મેયર કિરીટ પરમારના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવી કોર્પોરેશનની શાળા બનાવવાની વાત કહી છે. આ ઉપરાંત યોગ સેન્ટર અને જિમનેશિયમ પણ બનાવવા માટેની વાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.