- મેલેરિયા અને ડેન્ગ્યુના મરછરો નો ઉપદ્રવ સામે અમદાવાદ મહાનગરપાલિકાના બની તત્પર
- ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે મનપા એકમોની કરી તપાસ
- કુલ 299 એકમોની તપાસ કરી 176 એકમોને અપાઈ નોટિસ
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં અમદાવાદ મહાનગરપાલિકા એકા એક હરકતમાં આવી છે. મહત્વનું છે કે હાલની સિઝનમાં ચોમાસાના પાણીનો ભરાવો થતાં તેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ વિભાગની ટીમ આજે જુદા જુદા વિસ્તારોમાં કોમર્શિયલ એકમોની ચેકિંગ હાથ ધરી હતી. આજે ચેકિંગ દરમિયાન કુલ 299 એકમોની તપાસ કરી 176 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે જ્યાં પણ બેદરકારી જોવા મળી હોય અથવા તો પાણીનો ભરાવો થતો હોય તેવા એકમો પાસે કુલ 5,96,000 જેટલો આર્થિક દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ ઝોનમાં 98 એકમની થઇ તપાસ
અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ વિભાગની ટીમે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 98 જેટલા એકમોની તપાસ કરી હતી. જેમાંથી 83 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત અહીંથી જ કુલ 1,12,000 પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધ્ય ઝોનમાં 37, દક્ષિણ ઝોનમાં 45, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 18, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 27, પૂર્વ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 15 એકમોની તપાસ કરવામાં આવી હતી.
AMCની ટીમે કરી કાર્યવાહી
મહત્વનું છે કે શહેરમાં ચોમાસાની પરિસ્થિતિમાં ડેન્ગ્યૂનો રોગચાળો ન વકરવાની સંભાવના હોય છે. એવામાં આજે અમદાવાદ મહાનગરપાલિકાની મેલેરિયા વિભાગની ટીમ સ્ક્વોર્ડ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારો કે જ્યાં મચ્છરોના ઉપદ્રવ હોવાની સંભાવના હોય તેવા સ્થળો જેવા કે પક્ષી ચાર્ટ ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ ટાંકી અથવા તો જ્યાં ચોખ્ખું પાણી ભરાઈ રહેવાની સંભાવના હોય ત્યાં તપાસ કરી હતી. વધુમાં હાલમાં મનપાની ટીમ ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરોના પોરાની ચેકિંગ અને નાશ કરવાની કામગીરી પણ હાથ ધરી રહી છે.