- ફાયર સેફ્ટી અને BU પરમિશન ના ધરાવતા એકમો સામે તવાઇ
- આજે કુલ 169 એકમોને કરાયા સીલ
- ત્રણ શાળા, એક હોટેલ અને, રેસ્ટોરેન્ટ તેમજ કોમર્શિયલ એકમને કરાઈ સીલ
- અત્યાર સુધી ફુલ 2245 યુનિટ સીલ કરાયા
અમદાવાદ : AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 31 મે થી સતત ફાયર સેફ્ટી અને BU પરમિશન ( Building Use permission ) ન હોય તેવા એકમો સામે તપાસ કરીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં આજ દિન સુધી 2,245 યુનિટને સીલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સૌથી વધુ 104 યુનિટ દક્ષિણ ઝોનમાં સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 1140 દુકાન ઓફિસ અને ક્લાસિસ 523 હોટેલના રૂમ 67 રેસ્ટોરન્ટ યુનિટ 33 સ્કૂલ અને 1 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સીલ કરવામાં આવી છે.
શનિવારના રોજ કયા એકમોને સીલ કરવામાં આવ્યા?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation) દ્વારા 5 જૂનના રોજ ત્રણ શાળાઓ જેમાં ચાંદલોડિયાની તિરૂપતિ વિદ્યાલય વિરાટનગરમાં આવેલી સરદાર પટેલ પ્રાઇમરિ સ્કૂલ અને સહયોગ હાઇસ્કુલ BU પરમિશન ( Building Use permission ) ન હોવાના કારણે સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પીપળા રોડ પાસે આવેલી હોટેલ શક્તિ અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ધાબાને પણ સીલ કરવામાં આવી હતી. ઇસનપુર ખાતે આવેલા જલપરી કોમ્પ્લેક્સને પણ સીલ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation) દ્વારા BU પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ
- જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે BU પરમિશન છે કે નહીં? : ગુજરાત હાઈકોર્ટ
- હાઇકોર્ટની ઝાટકણી બાદ Ahmedabad Municipal Corporationએ BU પરમિશન વગરના 1500થી વધુ એકમો કર્યા સિલ
- BU પરમિશન ન હોય તો સીલ મારવામાં મનપા ભેદભાવ કરતી હોવાનો વેપારીઓનો આક્ષેપ
- ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: BU પરમિશન અને ફાયર સેફ્ટી ન હોય તેવા એકમો સામે લેવાશે પગલાં
- Ahmedabad Municipal Corporation ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન બાદ કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ