અમદાવાદ શહેરમાં વિકાસ માટે કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) દ્વારા અનેક કામો મંજૂર કરવામાં આવે છે, પરંતુ તે કામો સમયસર પૂર્ણ થતા નથી. ચોમાસામાં દર વર્ષે નવા રોડ બનાવવામાં (New roads are built every in monsoon) આવે છે. ટૂંકા સમયમાં તે રોડની હાલત બિસ્માર (Ahmedabad road bad condition ) જોવા મળે છે. તે રોડનું કામ પૂર્ણ કરવા માટે મુદત આપવામાં આવે છે. તે મુદત પ્રમાણે પૂર્ણ કરી કરવામાં આવતા નથી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ એક વાર રોડના પેચવર્કનું કામની મુદત (Extended Work Period of Road Patchwork) વધારીને 30 ઓક્ટોબર 2022 સુધી પૂર્ણ કરવાની આદેશ આપવામાં આવ્યો છે.
રોડના કામ પૂર્ણ કરવાનો આદેશ આજની બેઠક સ્ટેન્ડીંગની કમિટીમાં (Standing committee meeting) શહેરમાં રોડ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વરસાદને કારણે જે પણ રોડ તૂટ્યા છે. તેમાં ગઈકાલે 500 ટનથી વધુના ડામર વાપરવામાં આવ્યો છે. આજે બેંગ્લોરમાં જે પ્રમાણે વાઈટ ટોપીંગ રોડ છે. તેવા રોડ અમદાવાદમાં બનાવવા માટે ગુરુકુળ રોડ (White Topping Road in Gurukul Area of Ahmedabad) પર તેનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. જેના કારણે હવે અમદાવાદ શહેરમાં વાઈટ ટોપીંગ રોડ જોવા મળશે. જે પણ રોડના કામો આવનાર દિવસમાં 30 ઓક્ટોબર 2022 સુધી મંજૂર કરવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવશે.
વડાપ્રધાન પાસે માગ્યો સમય આગામી સમયમાં જ્યારે પણ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે, તે સમયે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને પત્ર લખી શહેરમાં 3,000થી વધુ કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમકે LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનું નવીનીકરણનું, વેજલપુરમાં CSC કેન્દ્ર, વડાપ્રધાનના હસ્તે ખાતમુર્હત કરવામાં આવશે. જે માટેે મેયર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.