અમદાવાદ: દુનિયા સાથે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં આ વાઇરસના કેસ વધી રહ્યાં છે. આ સમય દરમિયાન વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત સૌ અનેક અગ્રણીઓએ અપીલ કરી છે કે, બને એટલું ઘરની અંદર જ રહો. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 33 પહોંચી ગયો છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, સૂરત અને વડોદરા બાદ ગાંધીનગર અને કચ્છ પણ લોકડાઉન જાહેર કર્યાં બાદ મંગળવારે અમદાવાદ શહેરના તમામ રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં. સોમવારે આ જ રસ્તા ઉપર લોકોની 70 ટકા જેટલી ચહેલપહેલ જોવા મળી હતી, પરંતુ તે આજે ઘટી ગઈ છે.
હંમેશા લોકોની ચહલપહલથી ભરેલું રહેતું લાલ દરવાજા માર્કેટ આજે બન્યું છે સૂમસામ
31મી સુધી લોકડાઉન જાહેર કર્યાં બાદ મંગળવારે અમદાવાદ શહેરના તમામ રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં. ગઈકાલેે આ જ રસ્તા ઉપર લોકોની 70 ટકા જેટલી ચહેલપહેલ જોવા મળી હતી, પરંતુ તે આજે ઘટી ગઈ છે.