અમદાવાદઃ અમદાવાદ શહેર કંટ્રોલ વિભાગને સરખેજમાંથી અપહરણ થયું હોવાના સમાચાર મળતાની સાથે જ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓએ મેસેજવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં ભોગ બનનારના ભાઇ લાલાભાઇએ જણાવ્યું હતું કે, મોડીયા નામનો માણસ ગાડીમાં તેની સાથે સુરેશ તથા અન્ય ઈસમો તથા સ્ત્રીઓ સાથે ભેગા મળી ભોગ બનનારના જગદીશ તથા તેમની પત્ની રેખા તથા એક બાળકને જબરજસ્તી ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયાં છે.
બાતમીના આધારે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસોએ સાબરમતી ડી કેબીન સિટી કોલેજ પાસે છાપરામાં મોડિયાના બનેવી પોપટ ઉર્ફે પીનકો ભરથરી રહેતાં તેઓ સાથે રાખી પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મોડીયો પોતાના પરિવાર સાથે ઇડર ખાતે રહે છે. જેથી તેને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ઇડર ખાતે જવા રવાના થઈ હતી. તાત્કાલિક તપાસના ધોરણે ભોગ બનનારને ગાડીમાં ગયેલા હોવાથી તે બાબતનું વર્ણન બનાસકાંઠા એલસીબી તથા બનાસકાંઠાની સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇડરના વિજયનગર સોસાયટીમાંથી આરોપીઓને શોધી કાઢવામાં આવ્યાં હતાં.
ગાડીના ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, મોડીયા ભરથરીએ ગાડી ભાડે રાખી અમદાવાદ ખાતે જવાનું કહેતાં તેની સાથે ત્રણ સ્ત્રી બીજા ચાર પુરુષને બેસાડી ઈડરથી સાંજના સાડા સાત વાગે અમદાવાદ ખાતે રવાના થયેલા અને અમદાવાદ ખાતે મોડી રાતના સમયે પહોંચ્યાં હતા. ત્યારબાદ અમદાવાદ મકરબા સરખેજ ખાતે જઇ મોડીયાએ ભોગ બનનાર જગદીશ તથા તેની પત્ની રેખા અને એક બાળકને જબરજસ્તી ગાડીમાં ઉપાડીને પોતાની ગાડી લઇ ઇડર ખાતે લઇ જવાનું કહેતા ગાડી હંકારી હિંમતનગરથી ઇડર રોડ પર વક્તાપુર ગામ પાસે આવ્તાં હતાં. ગાડીનું ટાયર ફાટી જતાં મોડીયાએ ત્યાંથી એક ઓટોરિક્ષા તથા એક છકડામાં ઉપરોક્ત તમામ માણસો બેસી ઇડર રામેશ્વર તળાવ પાસે ગયેલાં હોવાનું જાણતાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ તથા બનાસકાંઠા એલસીબીના સ્ટાફે ઘટનાસ્થળે જઈને ભોગ બનનાર તથા આરોપીઓને દબોચી પાડ્યાં હતાં.