ETV Bharat / city

AMC ચૂંટણી માટે ઉમેદવારને ભાજપે જાહેર કરી ઉમેદવારોના નામોની યાદી - LOCAL BODY ELECTION

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ બન્ને સક્રિય મૂળમાં જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ભાજપ એક બાદ એક 6 મહાનગરોની નામોની જાહેરાત કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરની પણ યાદી જાહેર કરવામાં આવી છે.

AMC ચૂંટણી માટે ઉમેદવારને ભાજપ કરી નામોની યાદી જાહેર
અમદાવાદ: કર્ણાવતી શહેર ભાજપે કરી નામોની યાદી જાહેર, 192 પૈકી 172 બેઠક પર જીતનો લક્ષ્યાંક
author img

By

Published : Feb 5, 2021, 6:48 PM IST

Updated : Feb 5, 2021, 7:48 PM IST

  • AMC ચૂંટણી માટે ઉમેદવારને ભાજપ કરી નામોની યાદી જાહેર
  • 48 વૉર્ડના 192 ઉમેદવારોના નામ જાહેર
  • 50 ટકાથી પણ વધુ નવા ઉમેદવારોને ભાજપે આપી ટિકિટ

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ બન્ને સક્રિય મૂળમાં જોવા મળી રહ્યું હતું. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ ભાજપ એક બાદ એક 6 મહાનગરોની નામોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરની પણ યાદી જાહેર કરી હતી. ભાજપે અમદાવાદ મહાનગર સહિત છ મહાનગરની યાદી જાહેર કરી છે. ત્યારે અમદાવાદના 48 વૉર્ડના 192 ઉમેદવારોનું યાદી ભાજપે જાહેર કર્યું છે. જેમાં મોટાભાગના નવા નામોને વધારે પ્રાધાન્ય આપી સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જીતેલા 142 કોર્પોરેટરમાંથી માત્ર 36 કોર્પોરેટર્સને રિપીટ કરવામાં આવ્યા હતા. 36 પૈકી 35 કોર્પોરેટર્સને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે સરખેજના અરવિંદ પરમારને આ વખતે જોધપુર વૉર્ડમાંથી ઉમેદવારી આપવામાં આવી હતી.

50 ટકાથી પણ વધુ નવા ઉમેદવારોને ભાજપે આપી ટિકિટ

પૂર્વ મેયર સહિત ભાજપના નેતાઓની ટિકિટ કપાઈ

ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ચારની ટિકિટ કપાઈ હતી. જેમાં બીજલ પટેલ, ગૌતમ શાહ, મીનાક્ષી પટેલ તેમજ અમિત શાહનો સમાવેશ છે. તેમજ દિનેશ મકવાણા, રમેશ દેસાઈની ટિકિટ પણ કપાય છે. આ ઉપરાંત પક્ષના નેતામાં મયુર દવે, રમેશ દેસાઈ, બીપીન સિક્કા તેમજ હાલના પક્ષના નેતા અમિત શાહની ટિકીટ કપાઈ છે. આ ઉપરાંત પૂર્વ 3 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, પ્રવિણ પટેલ તેમજ મધુબેનની ટિકિટ પણ કપાઈ છે. આ ઉપરાંત અલગ-અલગ કમિટીના ચેરમેન નીતિન પટેલ, રશ્મિ શાહ, જીગ્નેશ પટેલ, ગૌતમ પટેલ, પુષ્પાબેન મિસ્ત્રી, રેણુકાબેન પટેલ, રમેશ દેસાઇ વગેરેની ટિકિટ પણ ભાજપ પક્ષે આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના 36 નામ રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર બોડકદેવ વૉર્ડ એવો છે. જ્યાં કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે 16 એવા છે કે જેમાં એક પણ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા નથી.

AMCની ચૂંટણી માટે રિપીટ કરવામાં આવેલા ઉમેદવાર

નવા વાડજ વૉર્ડમાં ભાવનાબેન વાઘેલાને માત્ર રિપીટ કરવામાં આવ્યા હતા. ઘાટલોડિયા વૉર્ડમાં જતીન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. તેમજ ભાવનાબેન પટેલ રિપીટ કરવામાં આવ્યા હતા. થલતેજ વૉર્ડમાંથી એક પણ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા નથી. નારણપુરા વૉર્ડમાંથી ગીતાબેન પટેલ તેમજ જયેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. સ્ટેડિયમ વૉર્ડમાંથી મુકેશ મિસ્ત્રી તેમજ પ્રદીપ દવેની રિપીટ કરવામાં આવ્યા હતા. ગોતા વૉર્ડમાંથી કોર્પોરેટર રિપીટ કરવામાં આવ્યા હતા. ચાંદલોડિયામાંથી રાજેશ્વરીબેન પંચાલને તેમજ ભરત પટેલે રિપીટ કરવામાં આવ્યા હતા. ચાંદખેડામાં અરૂણસિંહ રાજપુત સાબરમતીમાંથી ચેતન પટેલ સરદારનગરમાં કંચનબેન પંજવાણીને રિપીટ કરાયા હતા. નરોડામાં અલકાબેન મિસ્ત્રી શાહીબાગમાંથી પ્રતિભા જૈન તેમજ શાહપુર વૉર્ડમાંથી રેખાબેન ચૌહાણ અને જગદીશ દાતણીયાને રિપીટ કરાયા હતા. નવરંગપુરા વંદનાબેન શાહ, નિકોલ વૉર્ડમાંથી બળદેવ પટેલ, બાપુનગર વૉર્ડમાંથી અશ્વિન પેઠાની, વેજલપુર વૉર્ડમાંથી દિલીપ બગદિય અને રાજેશ ઠાકોર, સરખેજ વૉર્ડમાંથી જયેશ ત્રિવેદી, મણીનગર વૉર્ડમાંથી શીતલ દાગા, વસ્ત્રાલ વૉર્ડમાંથી ગીતા બેન પ્રજાપતી, પરેશ પટેલ, અનિરુદ્ધ સિંહ ઝાલા કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દ્રપુરી વૉર્ડમાંથી શિલ્પા પટેલ, ઇસનપુર વૉર્ડમાંથી ગૌતમ પટેલ, બોડકદેવ વૉર્ડમાંથી દીપતિબેન અમરકોટિયા, વાસંતીબેન નરેન્દ્રભાઈ પટેલ, કાંતિભાઈ અરજણભાઈ પટેલ, દેવાંગભાઈ જીતેન્દ્રભાઈ દાણી અને વટવા વૉર્ડમાંથી જલ્પા પંડ્યાને રિપીટ કરવામાં આવ્યા હતા.

Last Updated : Feb 5, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.