ETV Bharat / city

અમદાવાદમાં હૃદય હોસ્પિટલ ઓક્સિજન બ્લાસ્ટ: હોસ્પિટલ તંત્રની પોલ ખુલ્લી, પાર્કિંગ પ્લોટમાં જ ગોઠવ્યા હતા સિલિન્ડર - Oxygen Blast

અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા ટળી છે. શહેરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ થતાં સારવાર હેઠળના દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં પહેલા પણ નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના 8 દર્દીઓના મોત થયા હતા.

ahmedabad
અમદાવાદ
author img

By

Published : Oct 4, 2020, 1:14 PM IST

Updated : Oct 4, 2020, 2:35 PM IST

અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોના વાઇરસની સારવાર કરી રહેલી હૉસ્પિટલોને જાણે અકસ્માતનું કોઈ મોટું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ફરી એક હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓના જીવ થોડી ક્ષણો માટે જોખમમાં મૂકાઇ ગયા હતા, પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ નહોતી.

હોસ્પિટલ અંગેની વાત કરવામાં આવે તો અમદાવાદના ટાઉન હૉલ વિસ્તારમાં આવેલી હ્રદય કૉવિડ હૉસ્પિટલમાં ઑક્સિજન લીકેજની ઘટના બની હતી. જેના પગલે સૌથી પહેલા જ દર્દીઓને સલામત સ્થાને ખસેડી લેવામાં આવ્યા હતા. 21 થી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

પાર્કિંગ પ્લોટમાં જ ગોઠવ્યા હતા સિલિન્ડર

હોસ્પિટલે ઓક્સિજનના સિલિન્ડર પાર્કિંગમાં મુક્યા ત્યાં જ લીકેજની ઘટના બની હતી. પાર્કિંગમાં 10 જેટલા બાઈક અને 3 કાર પડેલી હતી. તેમજ 50 થી વધારે સિલિન્ડર એક સાથે પડેલા હતા. હોસ્પિટલના સ્ટાફમાંથી 11 કલાકે ફાયરને કોલ મળ્યો હતો. આ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો : સુરત સિવિલમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર છૂટું પડતા કર્મચારી ઈજાગ્રસ્ત

આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ સિલિન્ડરને બાકીના સિલિન્ડરથી અલગ કરી દેવામાં આવ્યો હતો. 4-5 ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે હતી. જેના કારણે લીકેજની ઘટનામાં મોટો અકસ્માત થતા ટળ્યો હતો. જોકે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. જેનાથી મોટી ઘટના ટળી હતી.

અમદાવાદની હૃદય હોસ્પિટલ ઓક્સિજન બ્લાસ્ટની ઘટનામાં હોસ્પિટલ તંત્રની પોલ ખુલ્લી

મહત્વનું છે કે, હોસ્પિટલમાં પાર્કિંગ પ્લોટની અંદર ઓક્સિજન સિલિન્ડર મુકવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યમાં ફોર વ્હીકલ અને ટૂ વ્હીકલ પાર્ક કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટનું ઘટનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત તો એક બાદ એક વાહનોઓ પણ આગની ઝપેટે ચઢી ગયા હોત, પરંતુ હોસ્પિટલ તંત્રની સાથે કોર્પોરેશનની બહુ મોટી બેદરકારી જોવા મળી રહી છે, ત્યારે શા માટે કોર્પોરેશન હોસ્પિટલના સંચાલકોને છાવરી રહી છે તે પણ એક પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.

આ પણ વાંચો : હવે ફાયર NOC દર 6 મહિને રિન્યૂ કરાવવું પડશેઃ મુખ્યપ્રધાન રૂપાણી

આજે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ અંગેનો ફાયરમાં કોલ મળતા ફાયરબ્રિગેડ દોડતું થઈ ગયું હતું. જો કે પત્રકારોને માહિતી મળતા પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર સાથે હોસ્પિટલના સિક્યોરિટી અને તંત્ર દ્વારા હાથાપાઈ કરવામાં આવી હતી. જે ઘટના પણ ખુબ જ નિંદનીય ગણવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસ પણ હોસ્પિટલના પાર્કિંગ પ્લોટમાં ઓક્સિજન સિલિન્ડર ગોઠવવામાં આવ્યા છે. તો શું કાર્યવાહી સંચાલક વિરુદ્ધ કરે છે તે જોવું રહ્યું છે.

Last Updated : Oct 4, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.