ETV Bharat / city

કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ - વૉટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ (Amit shah in Ahmedabad) સાયન્સ સીટીના સિમ્સ હોસ્પિટલ પાસે નિર્માણ પામેલા બ્રીજ તેમજ કુલ 363 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (Project launch in Ahmedabad) કર્યું હતું. મહત્વનું છે કે, AMC અને AUDAના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલા પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, હાલ 363 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે, જેમાં 112 કરોડના પ્રોજેક્ટ્સના આજે લોકાર્પણ થઇ રહ્યા છે. કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું તેથી જ આજે આપણે કાર્યક્રમોનું લોકાર્પણ કરી રહ્યા છીએ.

કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

author img

By

Published : Dec 11, 2021, 8:22 PM IST

  • ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અમદાવાદના મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
  • AMC અને AUDAના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલા પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ
  • અંદાજીત 363 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ થયું

અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહપ્રધાને (Amit shah in Ahmedabad) અમદાવાદ સાયન્સ સીટીના સિમ્સ હોસ્પિટલ પાસે નિર્માણ પામેલા બ્રીજ તેમજ કુલ 363 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે, AMC અને AUDAના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલા પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ (Project launch in Ahmedabad) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ, ધારાસભ્યો, મનપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું

કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, હાલ 363 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે, જેમાં 112 કરોડના પ્રોજેક્ટ્સના આજે લોકાર્પણ થઇ રહ્યા છે. કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું તેથી જ આજે આપણે કાર્યક્રમોનું લોકાર્પણ કરી રહ્યા છીએ. સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર સુધીના 4 લેન બ્રીજ બંને તરફના 3 લાખ લોકોને અવરજવરમાં મદદરૂપ થશે, હેબતપુર, શીલજ, થલતેજ વિસ્તારના લોકોને હવે બોરના પાણી ઉપર આધાર રાખવો નહિ પડે પણ નર્મદાનું પાણી હવે મળી શકશે, ગોતા વિસ્તારમાં તળાવ ડેવલોપમેન્ટ, ઔડા દ્વારા 80 કરોડના ખર્ચે 756 આવાસ માટે ભુમીપુજન થયું છે. આવા પ્રોજેક્ટ્સ પાછળ ટેન્ડર બહાર પાડવા અને અન્ય કામો અગાઉથી હાથ ધરવા પડે છે. આ કામગીરી જયારે વિશ્વ આખું કોરોના સામે લડી રહ્યું હતું ત્યારે થઈ છે.

બુથલેવલના કાર્યકર્તાઓને રસીકરણ માટે યોગદાન આપવા ગૃહપ્રધાનએ કર્યું અહવાહન:

કેન્દ્રીય ગૃહપ્રધાનએ ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તમારી આસપાસ જેમણે કોરોનાની રસી ન લીધી હોય તેમને જેતે બૂથના કાર્યકર્તાઓ રસી અપાવવામાં પોતાનું યોગદાન આપે. ઘણા દેશોમાં આજ દિન સુધી 40% જ રસીકરણ થયું છે પણ ભારત રસીકરણમાં અગ્રેસર (India leader in vaccination) રહ્યું છે. મનપા કમિશનર મુકેશ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તારમાં મહત્વ પ્રોજેક્સ્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. થલતેજ, ચાંદલોડિયા બોપલ જેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે વૉટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, જાસપુર ખાતે 200 MLDનો પ્લાન્ટ, થલતેજ અને ચાંદલોડિયા વિસ્તારના લોકો માટે સ્વિમિંગપુલ, સાયન્સ સિટીના સિમ્સ હોસ્પિટલ પાસે 4 લેન બ્રીજ, ઔડા હસ્તક આવાસના મકાનો વગેરે જેવા મહત્વના પ્રોજેક્સ્ટ હાલ કાર્યરત છે. મનપા હસ્તક હાલ 17 જેવા કુલ 1500 કરોડના પ્રોજેક્ટ્સ (Project running by AMC) કાર્યરત છે.

આ પણ વાંચો: Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર

આ પણ વાંચો: શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, 5443 કરોડથી વધુના વિકાસલક્ષી કામો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.