- પોલીસને મળ્યાં ગરબા ચાલી રહ્યાં હોવાના ફેેક કોલ
- 3 દિવસમાં 27 કોલ મળ્યાં
- 3 દિવસમાં જાહેરનામા ભંગનો એક પણ ગુનો નહીં
અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિનું આયોજન સાદગીપૂર્ણ રીતે થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે નવરાત્રિના 3 દિવસ દરમિયાન અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને 27 જેટલા કોલ મળ્યા છે.
- પોલીસની સ્થળ તપાસમાં ગરબા ચાલુ હોવાનો એક પણ કિસ્સો ન મળ્યો
DCP કંટ્રોલ હર્ષદ પટેલ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોલ ગરબા ચાલી રહ્યાં હોવાના મળતાં સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર મુલાકાત લેવામાં આવે છે ત્યારે પોલીસને મળતાં આ કોલ ખોટા સાબિત થયાં છે. આસપાસની સોસાયટીના રહીશો કે અન્ય લોકો દ્વારા સ્પીકર કે જનરેટરના અવાજ માત્રથી પોલીસને ગરબા ચાલી રહ્યાં હોવાનો કોલ કરવામાં આવે છે. પરંતુ પોલીસ જયારે સ્થળ પર પહોચે છે ત્યારે કોઈ જ ગરબા ચાલી રહ્યાં હોતા નથી. નવરાત્રિના 3 દિવસ દરમિયાન પણ પોલીસના પેટ્રોલિંગ કે મળેલા કોલના આધારે કોઈ પણ જગ્યાએ ગરબા ચાલુ હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી કે જાહેરનામાનો ભંગ થયાંનો કોઈ ગુનો પણ નોધાયો નથી.