ETV Bharat / city

અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો - Ahmedabad

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેમાં અત્યાર સુધીમાં સ્પેશિયલ ટ્રેન ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડમાં 10.06 કરોડ લીટર દૂધનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો

author img

By

Published : Dec 19, 2020, 7:14 PM IST

  • પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને રેકોર્ડ દૂધ પરિવહનની ટ્રેનો ચલાવી
  • આ વર્ષે 10.06 કરોડ લીટર દૂધનું પરિવહન
  • ગત વર્ષ કરતા દૂધ લોડિંગમાં 5 કરોડની વધુ આવક
  • ગત વર્ષે 7.47 કરોડ લીટર દૂધ લોડ કરવામાં આવ્યું હતું

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝને 10.06 કરોડ લીટર દૂધનું ટ્રાન્સપોર્ટેશન કરી રેકોર્ડ બનાવ્યો છે. આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર દિપક કુમાર ઝાએ માહિતી આપી હતી કે, પાલનપુરથી હિન્દ ટર્મિનલ (પલવલ) સુધી ભારતીય રેલવે દ્વારા સૌથી વધુ 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો અવિરત ચાલુ રાખવામાં આવી છે. મંડલે ગયા વર્ષ 2019-20માં 110 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું. જેમાં વધારો કરતા વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 132 રેક ચલાવીને 10 કરોડ લીટરથી વધુ દૂધ પૂરુ પાડવામાં આવ્યું છે. જે સંપૂર્ણ ભારતીય રેલવેમાં એક રેકોર્ડ છે.

અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો
અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો

દૂધ ટ્રાન્સપોર્ટેશનથી આ વર્ષે 17.44 કરોડની આવક

મંડલે ગત વર્ષે રૂપિયા 12.39 કરોડની આવક મેળવી હતી, જ્યારે તેની તુલનામાં ચાલુ વર્ષે 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેથી આ વર્ષે મંડલને 17.44 કરોડની આવક થઇ છે. જે એક નવો રેકોર્ડ છે.

અમદાવાદ ડિવિઝનથી દેશમાં મહતમ દૂધની ટ્રેનો ચાલે છે

દિપક કુમાર ઝાના કહેવા મુજબ, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનું અગ્રણી મંડળ છે. જ્યાંથી મહત્તમ દૂધની ટ્રેનો ચલાવીને લોકોની જરૂરિયાતો પૂરી થાય છે. આ સાથે આવક પણ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.