અમદાવાદ: જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વધુ 41 પાકિસ્તાની હિંદુઓને (Hindus of Pakistan)નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ આ નાગરિકતા પત્ર અરજદારોને એનાયત કર્યા છે. આ સમયે કલેકટર કચેરી ખાતે ભાવસભર દ્રશ્યો સર્જાય હતા.
“અપને મુલ્ક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ”
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જ્યારે વૃદ્ધ બિરમાબાઈને નાગરિકતા પત્ર(Indian citizenship letter ) એનાયત કર્યું, ત્યારે તેમની આંખોમાં અનોખી ચમક જોવા મળી હતી. બિરમાબાઈએ જિલ્લા કલેક્ટરને વંદન કર્યા અને બોલ્યાં, “અપને મુલ્ક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ.”
આ પણ વાંચો: દાહોદના મુસ્લિમ બિરાદરોએ નાગરિકતા કાયદા વિરોધમાં પ્રાંત અધિકારીને આપ્યું આવેદન
લખ લખ બધાંઈયાં
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ પણ સૌને ‘’લખ લખ બધાંઈયાં’’ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આપને નાગરિકતા મળી, તેનો અમને આનંદ છે. તેમણે ભારતીય નાગરિકતા માટેની પ્રક્રિયામાં વિવિધ વિભાગો સંકળાયેલા હોઈ તેની ગતિને વધુ તેજ બનાવવા નાગરિકોની સક્રિય ભાગીદારી માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે ભારતીય નાગરિકતા (Indian citizenship)મેળવનારા લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભકામના પણ પાઠવી હતી.
કુલ 971 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત
આ પ્રસંગે અગ્રણી નાગરિકોએ જિલ્લા કલેક્ટરને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી (Ahmedabad District Collectorate) દ્વારા 971 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા (Indian citizenship)પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા કલેક્ટરે ચૂંટણી તૈયારીઓ અંગેની માહિતી આપી