અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને દુકાન ખોલવાની છૂટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સરકાર ક્યાંક મુંજવણ અનુભવી રહી છે. એફ તરફ એડવાઇઝરી બહાર પાડે છે અને ત્યારબાદ પરત લઈ લે છે. જેથી સરકાર શું કરવા માંગી રહી છે તેની પર સૌથી મોટો સવાલ છે. વધુમાં જણાવ્યું કે સરકાર વારંવાર જુદી જુદી માર્ગદર્શિકા જાહેર કરે છે. સરકારના જાહેરનામામાં પણ કોઈ સાતત્ય જોવા નથી મળી રહ્યું.
સવારે સરકાર એક જાહેરાત કરે અને સાંજે પરત ખેંચે છે. સરકારની જ માર્ગદર્શિકામાં અનેક વિસંગતતા જોવા મળે રહી છે. ભારત સરકારે નાના ધંધા રોજગાર શરૂ કરવાની જાહેરાત કરી તેના પગલે ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે. નાના ધંધા રોજગાર ખુલા રહે અને તેમને રોજગારી મળે તે આવકારદાયક છે. પરંતુ એક તરફ સરકાર એમ કહે છે કે લોકડાઉન ખોલસુ તો કોરોના દર્દીઓની સંખ્યા વધી જશે. બીજી બાજુ સરકાર એમ કહે છે કે અમે ધંધા રોજગાર ખોલી નાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યારે સરકાર પર આકરા પ્રહાર કરતા કોગ્રેસના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે સરકારની નીતિનો ભોગ જનતા બની રહી છે. સરકાર કોરોનામાં સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરી રહ્યું છે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન્સ પ્રમાણે 50 ટકા સ્ટાફ સાથે દુકાન ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ કહ્યું કે આવા પ્રતિષ્ઠાનોને સોશિયલ ડિસ્ટસિંગ જેવી સાવધાનીઓનું પાલન કરવુ પડશે. એમએચએ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ આદેશ કંટેનમેન્ટ જોનમાં લાગુ નહી થાય. સાથે જ મલ્ટી બ્રાંડ મૉલ સહિત અન્ય મોટા પ્રતિષ્ઠાનોને પણ ખોલવાની પરવાનગી આપવામાં નથી આવી.