- અમદાવાદમાં રથયાત્રા દરમિયાન શહેરને 'નો ડ્રોન ફ્લાય ઝોન' તરીકે જાહેર કરાયું
- પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આતંકી હુમલાના ઇનપુટને લઈને જાહેરનામુ બહાર પાડ્યું
- 12 જુલાઈએ સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી જાહેરનામું રહેશે અમલી
અમદાવાદ: તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાને લઈને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં દ્વારા ઇનપુટ મળતા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રથયાત્રાને લઈને પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ભક્તો અને અખાડા વગર રથયાત્રા કાઢવામાં આવશે. જ્યારે રથયાત્રામાં કોઈ પણ પ્રકારે મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે સુરક્ષા માટે 23,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ
જગન્નાથ મંદિર બન્યું પોલીસ છાંવણી
રથયાત્રાના દિવસે ટ્રાફિક ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં રથયાત્રા રૂટ પર કર્ફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે. હાલ જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ત્યારે પોલીસ દ્વારા પણ સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.