અમદાવાદ: પથ્થર એટલા દેવ પૂજ્યા ત્યારે માતા પિતાને સંતાન પ્રાપ્તિ થતી હોય છે આવા જ એક પુત્રની પિતાએ કરપીણ હત્યા (Ahmedabad body part murder case) કરી માનવ અંગો અલગ અલગ જગ્યા ઉપર ફેંક્યા હતા. પણ પોલીસની બાજ નજરથી બચી શક્યા નહીં આરોપી પિતાને ભાગે તે પહેલા જ પોલીસ આવીને આરોપીને દબોચી લીધો. અમદાવાદ ક્રાઈમ (Ahmedabad crime branch) બ્રાન્ચે વાસણા વિસ્તારમાંથી હાથ અને પગ વિનાની મળી આવેલ ડેડબોડી અને એલિસ બ્રિજ વિસ્તારમાંથી મળી આવેલ માનવ અંગના વણ ઉકેલાયેલા કેસનો ભેદ ઉકેલ નાખ્યો છે.
નિલેશ જોષીએ પોતાના જ પુત્રની ઘાતકી હત્યા (Ahmedabad murder case) કરી નાખી હતી. 21 વર્ષીય સ્વયં નામના પોતાના દીકરાને સૌપ્રથમ દસ્તા વડે માથાના ભાગે સાતથી આઠ ઘા મારીને મોતને ઘાત ઉતારી દીધો હતો અને બાદમાં બીજા દિવસે સવારે કાલુપુર જઈને ઇલેક્ટ્રિક કટર લાવી પોતાના જ દીકરાની ડેડબોડીને 3 ભાગમાં કાપી (Ahmedabad death body part) નાખી હોવાનું એકરાર નામું આરોપી પિતાએ પોલીસ સમક્ષ રજૂ કર્યુ છે. જ્યારે ત્રણ ભાગમાં દીકરાને કાપી નાખીને અલગ અલગ ત્રણ જગ્યા ઉપર ડેડ બોડી નાખી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ પોલીસકર્મીને કચડી નાખવામાં આવ્યો
જ્યારે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારનાર પિતા નીલેશ જોથી એસટી વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લા ચારેક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. પત્ની અને નિલેશ જોશીની દીકરી વિદેશમાં જર્મની ખાતે રહેતા હતા અને ઘરમાં દીકરો અને પિતા બંને એકલા રહેતા હતા.
આ પણ વાંચો: મુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત
દીકરો પુખ્ત વયનો થયો હોવા છતાંય કશું કામકાજ કરતો ન હતો અને દારૂ સાથે અન્ય નશાના રવાડે ચડી ગયો હતો, જેથી પિતાને પણ અંદરો અંદર ગુસ્સો તો હતો જ અને 18મી જુલાઈના રોજ જમવાની બાબતે પિતા અને પુત્ર વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ જ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.