અમદાવાદ- અમદાવાદમાં એક બાદ એક માનવ અવશેષો મળતા પોલીસની ઊંઘ હરામ થઈ છે. ત્યારે આખરે કોણ છે આ હત્યારો.. એ સવાલ શહેરભરની પોલીસને સતાવી રહ્યો છે. જે હત્યા કર્યા (Ahmedabad Crime News ) બાદ મૃતદેહના ટુકડા એક બાદ એક કચરાના ઢગલામાં નાખી નિકાલ કરી રહ્યો છે. જે હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ (Ellisbridge Police ) અને હવે શહેરભરની પોલીસ (Ahmedabad Police ફાંફા મારી રહી છે. સાથે જ હત્યા કોની અને કેમ તથા કોણે કરી તેની પણ તપાસ થઈ રહી છે.
મૃતદેહનું માત્ર ધડ મળ્યું હતું- બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈનગરમાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ (Ahmedabad Crime News ) મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનુ માત્ર ધડ જ હતુ. એટલે કે બે હાથ-પગ અને માથુ મળી આવ્યું ન હતું. વાસણા પોલીસે (Vasna Police) હત્યાનો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી.
આ પણ વાંચો-હું આજથી 10 વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો, વિદ્યાર્થીએ શિક્ષિકાને આપી જાનથી મારી નાખવાની ધમકી
કલગી ચાર રસ્તા પાસે બે પગ મળી આવ્યા - આજે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે આજે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યાં (Human remains Found in Ellisbridge area )હતાં. જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ (Vasna Police)પણ તપાસમા જોતરાઈ છે. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો (Ahmedabad Crime News ) જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો- બાળકીઓને એકલી મૂકતાં પહેલા થઈ જજો સાવધાન નહીં તો..
મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ - વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે. જેથી આ બંને ટુકડા (Human remains Found in Ellisbridge area ) એક જ વ્યક્તિના છે કે અલગ અલગ તે અંગે હકીકત સામે આવશે. સાથે મૃતક યુવક કોણ છે તેની શોધખોળ માટે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને (Ahmedabad Crime News ) અને તેમના પરિવારને શોધવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં (Ahmedabad Police ) શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.