ETV Bharat / city

રાજ્યમાંથી પ્રથમ વખત આ પ્રકારનું કરોડોનું ડ્રગ્સ અહિંથી ઝડપાયું

author img

By

Published : May 14, 2022, 3:45 PM IST

Updated : May 14, 2022, 7:48 PM IST

ભારતમાંથી વિદેશમાં કઇ રીતે ડ્રગ્સની આપલે કરવામાં આવે છે, તેનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ હતું. રાજ્યામં પ્રથમ વખત આ પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 2.95 કરોડનું ડ્રગ્સ કર્યુ કબ્જે

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે એક ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું. હમણાંથી રાજ્યમાં અવારનવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ નામનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમાં થતો હોય છે. વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી પણ હેરાફેરી કરવામાં આવી રહી છે.

રાજ્યામાંથી પ્રથમ વખત આ પ્રકારનું કરોડોનું ડ્રગ્સ અહિંથી ઝડપાયું

સંયુક્ત ઓપરેશનથી મિશન પાર પડાયું - શહેર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કસ્ટમ વિભાગની મદદથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાંથી 2.95 કરોડનું ડ્રગ્સનો ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ યુવતીઓના દારૂ, ઠંડા પીણાં અથવા અન્ય રીતે પીવડાવીને રેપ જેવી ઘટનાઓ આચરવવામાં આવે છે. આ ડ્રગ્સ દ્વારા ઝડપથી નશો થતો હોય છે અને ઝડપથી ઉતરી પણ જતો હોય છે. આ ડ્રગ્સ પાર્ટીઓમાં વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે. આ ડ્રગ્સની બીજા ડ્રગ્સ કરતા વધારે કિંમત હોય છે. હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં આ ડ્રગ્સ વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે.

રાજ્ય માંથી પ્રથમ વખત હાથ લાગ્યું - ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે, જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ વિશે કસ્ટમ વિભાગના અધિકારીઓને જાણકારી આપી હતી. કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલમાં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું હતું. FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે, જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું.

સપ્લાયરની કરાઇ ધરપકડ - ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની ઝડપીને ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા પણ સેવાઇ રહી છે, જે દિશામાં ક્રાઇમ બ્રાંચ અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.

Last Updated : May 14, 2022, 7:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.