- શૂટર બોય માયા ગુજરાતમાં કોઈ મોટી ગેંગ બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા
- અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલ લૂંટના આરોપી ઝડપાયા
- મુખ્ય આરોપી ભાવેશ UP પોલીસના સંકજામાં
અમદાવાદ: પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીઓના નામ છે જીગ્નેશ ઉર્ફે બાદલ, મુકેશ ઉર્ફે માયા અને યુનુશ શેખની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગુનામાં મુખ્ય આરોપી ભાવેશ અને રંજન મલિક પોલીસ પકડથી દુર છે. મહત્વનું છે કે મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજા ઉત્તરપ્રદેશમાં પોલીસની સાથે બબાલમાં ઈજાગ્રસ્ત થયેલો છે. જે હાલ UP પોલીસના સંકજામાં આવી ગયો છે. તાજેતરમાં જ અમદાવાદના અમરાઈવાડીમાં અવધેશ હરીચંદ્ર શાહની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજાને અવધેશ સાથે અંગત અદાવત હતી. જેને લઈને ભાવેશે રંજન મલિક, મુકેશ માયા બ્રીજાશ બાદલ સહિતના ઓારોપીઓને અંગત અદાવતનો બદલો દેવા માટે વાત કરી હતી. જેને લઈ ભાવેશ અન્ય આરોપીઓએ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દઈ હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: રાધિકા જીમખાના હત્યાકાંડમાં સામેલ લતીફ ગેંગના બે ફરાર કેદીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
મુખ્ય બે આરોપીઓ કચ્છ જેલમાં મુલાકાત થયા બાદ મોટી ગેંગ બનાવવા માગતા હતા
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવેશ અને રંજન મલિક કચ્છની જેલમાં બંધ હતા. તે દરમિયાન ભાવેશ અને રંજનની મુલાકાત થઈ હતી. ભાવેશની અવધેશની સાથે માથાકુટ ચાલતી હતી તે બાબાતે રંજન સાથે વાત કરી હતી. રંજનએ મુળ ઓડિશા અને સુરતના રહેતા મુકેશ અને જીગ્નેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે વાત કરી ભાવેશની મદદ કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. આ તમામ આરોપીઓને ઘોડાસર પાસે ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં હત્યાના અંજામ આપી બરોડા જતા રહ્યા હતા. જે બાદ બીજા દિવસે ભાવેશ અને માયાએ કાગડાપીઠમાં 16 લાખની લુંટ પણ કરી અને નારોલ ખાતે બાઈક બીન વારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયા હતા. મહત્વનુ છે કે, આરોપી યુનિશ શેખે જેલમાં બંધ અન્ય એક શખ્સના કહેવાથી આ હથિયાર ભાવેશને આપેલુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહત્વનું છે કે, તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભાવેશનો કબજો મેળવવા UP પોલીસના સંપર્કમાં છે. મુખ્ય આરોપી પકડાયા બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે તેમ છે.