- આવતીકાલથી નવરાત્રીની શરૂઆત
- અમદાવાદ શહેર પોલીસ નવરાત્રીને લઈને સજ્જ
- અસામાજિક તત્વો પર રહેશે પોલીસની નજર
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોરોના કરફ્યૂમાં છુટછાટ આપીને નવરાત્રિમાં રાત્રીના 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરમીશન આપવામાં આવી છે. આમ આ વર્ષે નવરાત્રી યોજાવાની હોવાથી શહેર પોલીસ દ્વારા પણ નવરાત્રીમાં ગુનાહિત ઘટનાઓને રોકવા લોકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નહીં યોજાય નવરાત્રી
નવરાત્રી દરમિયાન કેવો હશે પોલીસ બંદોબસ્ત ?
નવરાત્રી દરમિયાન 13 DCP, 24 ACP, 70 પોલીસ ઇન્સપેક્ટર, 220 પોલીસ સબઇન્સ્પેક્ટર, 8 હજારથી વધુ કોન્સ્ટેબલ, SRP ની બે કમ્પની, 3800 જેટલા હોમગાર્ડ, 90 PCR વાન, 5 ક્વીક રિસ્પોન્સ ટીમ, મહિલા પોલીસની 90 SHE ટીમ અને 78 હોક બાઇક સાથે લોકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો: Naratri2021: ગરબાની 12 વાગ્યા સુધી છૂટ, વેક્સીન લીધેલ લોકો જ રમી શકશે ગરબા
હોટેલ રેસ્ટોરન્ટ ઉપર પોલીસની નજર
સરકારની ગાઈડલાઈન પ્રમાણે 400 થી વધુ લોકો ગરબામાં એકત્રિત થઇ શકશે નહીં. રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા યોજાઈ શકશે. જેમાં કોરોના નિયમોનું પાલન કરવું પડશે. લાઉડ સ્પીકર પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વગાડી શકાશે. પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા હોટલ-રેસ્ટોરન્ટ ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.