અમદાવાદ: માર્ચ 2020માં ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી રેન્કિંગમાં ફોર્મ્યુલા બદલાતાં રાજ્ય સરકાર દ્વારા મળનારા ફંડને કારણે અંદાજિત બે અઠવાડિયા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટનું રેન્કિંગ બીજા નંબર પર આવેલ હતું. પરંતુ ત્યારબાદ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અથાક પ્રયત્નો કરી અને રાજ્ય સરકારના સંકલનમાં રહી ફરી વખત સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. જેમાં હાલ ચાલી રહેલ કોવિડ -19 મહામારી નાથવાના પ્રયત્નોમાં પણ સ્માર્ટ સિટી અમદાવાદની ભૂમિકા મહત્વપૂર્ણ અને નોંધનીય બનેલ છે.
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો
ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલીકરણ સારું ઉભી કરવામાં આવેલ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ સમગ્ર ભારતમાં સ્માર્ટ સિટી રેન્કિંગમાં હંમેશા પ્રથમ ક્રમાંકે આવ્યું છે.