ETV Bharat / city

અમદાવાદમાં વર્ષ 2019ની દાણચોરીમાં કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 7 વિરુદ્ધ CBIએ ગુનો નોંધ્યો - superintendent

વર્ષ 2019માં અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી થઈ હતી. જે મામલે તપાસ કરતા 7 લોકોના નામ ખુલ્યા હતા. ત્યારે દાણચોરીના ગુનામાં 7 આરોપી પૈકી 2 કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ પણ હતા. જેથી CBIએ 2 સુપરિટેન્ડેન્ટ સહિત 7 સામે કેસ દાખલ કર્યો હતો.

અમદાવાદ: 2019ની દાણચોરીમાં કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 7 વિરુદ્ધ CBIએ ગુનો નોંધ્યો

author img

By

Published : Jan 30, 2021, 1:34 PM IST

  • CBI દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 7 લોકો સામે FIR
  • FIRમાં 2 સુપ્રિટેન્ડન્ટનો પણ સમાવેશ
  • દુબઈથી સોનાની દાણચોરી મામલે FIR દાખલ

અમદાવાદ: વર્ષ 2019માં અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી થઈ હતી. જે મામલે તપાસ કરતા 7 લોકોના નામ ખુલ્યા હતા. ત્યારે દાણચોરીના ગુનામાં 7 આરોપી પૈકી 2 કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ પણ હતા. જેથી CBIએ 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 7 સામે કેસ દાખલ કર્યો હતો.

અમદાવાદના પ્રિન્સિપાલ કમિશનર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી

અમદાવાદના પ્રિન્સિપાલ કમિશનર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ સોમનાથ ચૌધરી, સુજીત કુમાર ઉપરાંત અન્ય 5 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાંચ વ્યકિતઓમાં સજ્જર ચૌધરી, શહિદુલ ચૌધરી, મોહમ્મદ શરીફ મન્સૂરી અને શમીમ મોહમ્મદ આઝમનો સમાવેશ થાય છે. આ સોનું દુબઈથી લાવીને ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

1.8 કિલો સોનાની પેસ્ટ, 1.4 કિલો ચેન્સ, 10 કિલો ઈરાની કેસર અને ગુટકાના 4000 પેકેટની દાણચોરી

વર્ષ 2019માં 27મી જૂને દુબઇની ફલાઈટમાં 1.8 કિલો સોનાની પેસ્ટ, 1.4 કિલો ચેન્સ, 10 કિલો ઈરાની કેસર અને ગુટકાના 4000 પેકેટની દાણચોરી કરાઈ હતી. જે મામલો સામે આવતા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં કસ્ટમ વિભાગના 2 સુપ્રિટેન્ડેન્ટનું નામ પણ સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.