ETV Bharat / city

Ahmedabad Blast Case Judgment: બૉમ્બ બ્લાસ્ટ કેસમાં UAPA એક્ટ હેઠળ 38 આરોપીઓને ફાંસીની સજા, જાણો સરકારી વકીલોએ શું કહ્યું - અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસ

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 2008 મામલે કોર્ટનો ચુકાદો (Ahmedabad Blast Case Judgment) આવી ગયો છે. આ મામલે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલે Etv Bharat સાથે વાતચીત કરી હતી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે.

Ahmedabad Blast Case Judgment: બૉમ્બ બ્લાસ્ટ કેસમાં UAPA એક્ટ હેઠળ 38 આરોપીઓને ફાંસીની સજા, જાણો સરકારી વકીલોએ શું કહ્યું

author img

By

Published : Feb 18, 2022, 7:14 PM IST

અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો (Ahmedabad Serial Blast 2008) આવી ગયો છે. આ ચુકાદો ઐતિહાસિક બની ગયો છે કારણ કે વિશ્વના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું હશે કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા (Ahmedabad Blast Case Judgment) સંભળાવવામાં આવી હોય. UAPA એક્ટ હેઠળ 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

UAPA એક્ટ હેઠળ 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

દેશમાં પહેલી વખત 38 દોષિતોને ફાંસીની સજા

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં આખરે પીડિતોને ન્યાય મળ્યો છે. લાંબા સમયના ઇન્તજાર બાદ ચુકાદો આપ્યો છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો બન્યો છે જેમાં પહેલી વખત 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અમદાવાદમાં બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા (Death sentence in Ahmedabad blast case) સંભળાવવામાં આવી છે. તો 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી

મૃતકોને 1 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર

બીજી તરફ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર (Compensation to Ahmedabad blast victims), ઈજાગ્રસ્તોને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તોને 25 હજારનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પ્રથમ એવો કેસ છે જેમાં 38 દોષિતોની એકસાથે ફાંસીની સજા ફટકારાઈ છે. મહત્વનું છે કે 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા અપાઇ છે, જે મહત્વની ગણવામાં આવી રહી છે. કોર્ટે તમામ આરોપીઓને અલગ-અલગ દંડ ફટકાર્યો છે.

બચાવ પક્ષ દ્વારા અનેક દલીલો રજૂ કરવામાં આવી

તેમણે જણાવ્યું કે, આ કેસમાં ચાર્જશીટ થયા બાદ અમારા માટે કોઈ મુશ્કેલી અથવા ચેલેન્જ જેવું રહેલ નહોતું, પરંતુ આરોપીઓને મહત્તમ સજા થાય તે પ્રકારના પુરાવા અને દલીલ કરવામાં આવી રહી હતી. જેના આધારે જજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 11 લોકોને જન્મટીપની સજા થઈ છે. બચાવ પક્ષ દ્વારા પણ અનેક દલીલો રજૂ કરવામાં આવી હતી જેમાં પરિવારની દલીલ, મેડિકલ દલીલ જેવી અનેક દલીલો રજૂ કરવામાં આવી હતી. પરંતુ નામદાર કોર્ટ દ્વારા તે દલીલો સાંભળ્યા બાદ આ સજાનું ફરમાન જજ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા

તપાસ અધિકારીઓ માટે ચેલેન્જિંગ હતો કેસ

સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યુ કે, UAPA એક્ટ હેઠળ આટલી મોટી સજા થવી એક મહત્વની બાબત ગણવામાં આવી રહી છે. સમગ્ર કેસમાં સાક્ષીઓને રજૂ કરવાના હતા અને સાક્ષીઓએ રજૂ કરેલા પુરાવાઓ ચકાસવા (ahmedabad blast case investigation)ના હતા જેને ધ્યાનમાં રાખવું ખૂબ મહત્વની બાબત હતી ને જેના આધારે આ કેસનો ચુકાદો આવ્યો છે. આજ કેસ અમારા માટે કોઈપણ પ્રકારે ચેલેન્જિંગ હતું નહીં, પરંતુ તપાસ કરનારા અધિકારીઓ માટે ખૂબ ચેલેન્જિંગ હતું અને જેમાં પુરાવા એકઠા કરવા ખૂબ મહત્વના હોય છે. જ્યારે અમારા 4 સરકારી વકીલોની day to dayની મહેનત ખૂબ જ મહત્વની હતી.

આરોપીઓને શોધવા ખુબ જ ચેલેન્જ ભર્યું હતું

14 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. હાલ ફક્ત 10 જ આરોપીઓ મુક્ત થયા છે. બાકીના નિર્દોષ આરોપીઓ પણ બીજા રાજ્યોમાં અલગ અલગ કેસમાં જેલમાં ટ્રાન્સફર થયા છે. કોઈ કડી વગર આ કેસને ઉકેલવો સૌથી મોટી ચૅલેન્જ હતી, કારણ કે આરોપીઓ શિક્ષિત અને ટેકનોલોજીના જાણકાર હતા. તેઓ સુરક્ષિત વિસ્તારમાં છૂપાયેલા હતા. ઇન્ડિયન મુજાહિદ્દીને બ્લાસ્ટની જવાબદારી તે સમયે સ્વીકારી પણ હતી.

ગણતરીના દિવસોમાં મોટાભાગના આરોપીઓને જેલના હવાલે

જો કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad City Crime Branch)ની વિશિષ્ટ ટીમે સમગ્ર કેસમાં તપાસ હાથધર્યાના ગણતરીના દિવસોમાં મોટાભાગના આરોપીઓને જેલના હવાલે કરી દીધા હતા. ત્યારબાદ તપાસ અને એક એક કડીઓ ખુલતી ગઈ હતી, જેમાં ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી અને અનેક રાજ્યોમાં ટીમ મોકલવામાં આવી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. આ કેસના સાક્ષીઓએ પણ બનાવની ગંભીરતા પ્રમાણે જૂબાની આપી હતી. સમગ્ર કેસમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ રાત-દિવસ કામ કરતી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચૂડાસમા, હિમાંશુ શુક્લ, ઉષા રાડા, મયુર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.