ETV Bharat / city

અમદાવાદ: મ્યુકરમાઇકોસીસની સારવાર માટે વપરાતા ઇન્ફોટેરિસીન ઈન્જેકસનની કાળાબજારી

કોરોના મહામારી બાદ દેશ-રાજ્યમાં મ્યુકરમાઈકોસીસનો આંતર ફેલાઈ રહ્યો છે. કોરોનાની સારવાર માટે વપરાત રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી થતી હતી હવે એ રીતે ઇન્ફોટેરિસીન બીની કાળાબજારી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પોલીસે 2 યુવાનોની ધરપકડ કરી છે જે ટેલીગ્રામ પર ઈન્જેક્શનની જાહેરાત મૂકી લોકોને છેતરતા હતા.

yy
અમદાવાદ: મ્યુકરમાઇકોસીસની સારવાર માટે વપરાતા ઇન્ફોટેરિસીન ઇન્જેકસનની કાળાબજારી
author img

By

Published : Jun 7, 2021, 6:23 AM IST

  • રેમડેસીવીરની જેમ હવે ઇન્ફોટેરિસીન બીની પણ કાળા બજારી
  • ટેલીગ્રામ પર જાહેરાત મૂકીને છેતરતા હતા ગ્રાહકોને
  • પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારી (Corona epidemic) બાદ મ્યુકરમાઇકોસીસ (Mukarmycosis)ની મહામારી જાહેર કરવામાં આવી છે. તેની સારવાર માટેના ઈન્જેક્શનની પણ કાળાબજારી સામે આવી છે. જેમાં રેમેડેસીવીર (Remedicivir), ઇન્ફોટેરિસીન બી ના ઇન્જેકસનનની જાહેરાત ટેલિગ્રામ પર જાહેરાત મૂકીને કાળાબજારમાં ઈન્જેકશન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.

ડમી ગ્રાહક બની આરોપીની ધરપકડ

જાહેરાતના આધારે LCBએ ડમી ગ્રાહક બનીને વાત કરતા 35 હજારમાં 2 ઈન્જેકશન આપવા માટે આરોપીઓ આવતા પોલીસે તેને હાથીજન પાસેથી ઝડપી લીધા હતા. જેમાં જૈનમ મહેશ શાહ, બલવાન જનક ગુર્જર હોવાનું જણાયું હતું. આ બંને પાસેથી પોલીસે 2 ઈન્જેક્શનો કબજે કરી પૂછપરછ કરી હતી. આ બંને અસારવા સિવિલમાં નોકરી કરતા હર્ષદ પરમાર પાસેથી આ ઈન્જેક્શનો વેચવા માટે લાવતા હોવાની કબૂલાત કરતા પોલીસે હર્ષદ પરમારની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : જૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી

એક આરોપીની શોધખોળ

આરોપી જૈનમ હિંમતનગરમાં આઈટીમાં અભ્યાસ કરે છે અને બલવાન એસવીપી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. જેમાં આ આરોપીઓએ હર્ષદ પરમારનો ફોન નંબર અને સરનામું પોલીસને આપતાં તેે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

25 હજારમાં વેચ્યા ઈન્જેક્શન

આરોપીઓ જૈનમ અને બલવાન બંને મિત્રો છે. બંનેની પૂછપરછમાં તેઓ તેમના પરિચિત તેવા અસારવા સિવિલમાં નોકરી કરતા હર્ષદ પરમાર પાસેથી ઇન્જેક્શનો વેચવા લાવતા હોવાનું કબૂલ્યું હતું. આ પહેલાં પણ બંનેએ હર્ષદ પાસેથી 2 રેમડેસિવિર વેચવા માટે લઈ 25-25 હજારમાં વેચ્યા હતા.

આ પણ વાંચો : પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.